Biparjoy Cyclone: જામનગરમાં રેડ એલર્ટને જોતા 8500 લોકોનું સ્થળાંતર, દરેક તાલુકામાં લાયઝનીંગ અધિકારી નીમાયા

જામનગરઃ બિપોરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા નિરંતર…

gujarattak
follow google news

જામનગરઃ બિપોરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરિયાકાંઠાના ગામોમાં દરિયાની નજીકના કાચા મકાનો કે ઝુ૫ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-૮૫૪૨ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે.

અરવલ્લીની આ ઘટના CCTVમાં કેદ ના થઈ હોત તો ગાયનો જ વાંક નીકળતો, યુવકને લાતોથી કેમ ફરી વળી જુઓ

14મીએ વેપારીઓને બંધ રાખવા સ્વૈચ્છિક સહમતિ
વાવાઝોડાને ધ્યાનમાં રાખતા આ ઉપરાંત દરિયાકાંઠાના ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી 2-SDRF તથા 2-NDRF ની ટીમો ફાળવવામાં આવી છે. જે પોતાના નિયત સ્થળે પહોંચી ગઈ છે. દરિયાકાંઠાના ૦ થી ૫ તથા ૬ થી ૧૦ કી.મી.ના ૩૯ ગામોમાં આશ્રયસ્થાનો નકકી કરાયા છે. તથા તેમાં જરૂરી સુવિધાઓ ઉ૫લબ્ઘ કરાઈ છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહ દ્વારા વાવાઝોડા અન્વયે તમામ કામગીરી સુચારૂ રૂપે થાય તે માટે દરેક તાલુકા માટે વર્ગ-૧ ના લાયઝન અધિકારીની નિમણૂંક કરાઈ છે. હાલ જે તે તાલુકા મથકે ફરજ પર તેઓ હાજર છે અને તમામ કામગીરીનું સંકલન કરી રહ્યા છે. મહાનગર, નગરપાલીકા વિસ્તારમાંથી અંદાજે ૧૫૭ જેટલાં હોર્ડીંગ્સ / સાઇનબોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. તેમજ કલેક્ટરે જિલ્લામાં તમામ મોટા ઉદ્યોગ ગૃહો સાથે આજે બેઠક કરી સલામતીના પગલા લેવા સૂચના આપી છે. તથા તેના હસ્તકના સંસાઘનો રેસ્કયુ માટે ઉપયોગ કરવા આયોજન કર્યું છે. એરફોર્સ / નેવી / આર્મી તથા કોસ્ટગાર્ડના ઓફીસર્સ સાથે બેઠક કરી એરલીફટ સહિતની તમામ મદદ માટે ટીમોને તૈયાર રખાઈ છે. જિલ્લાના ઉત્પાદક યુનિટ્સ તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ વેપારીઓ સાથે બેઠક કરી તા.૧૪ તથા ૧૫/૦૬/૨૦૨૩ ના રોજ યુનિટ્સ / વેપારઘંઘા બંઘ રાખવા સ્વૈચ્છિક સહમતિ સાધી છે.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જોડીયા તાલુકાના જોડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ર-આશ્રયસ્થાન, જોડીયા પોર્ટ જેટીની મૂલાકાત તેમજ બાલંભા, રણજીતપર ગામોએ આવેલા આશ્રયસ્થાનની મૂલાકાત લેવામાં આવી છે. તેમજ લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા સહમત કરવામાં આવ્યા છે. જ્યારે પ્રભારીમંત્રી મુળુભાઇ બેરા દ્વારા લાલપુર તાલુકાના ઝાંખર, સિંગચ, સિકકા વિગેરે ગામોની મૂલાકાત લઇ લોકસંપર્ક કરી જરૂરી સમજુતી આપવામાં આવી છે.

(ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp