Jamnagar: 'નોકરી કરવી હોય તો મહિને 1 લાખ આપવા પડશે', કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિની ધમકી

Jamnagar Crime News: જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે.

Jamnagar Crime News

સિટી ઈજનેરનો કાઠલો પકડી કોંગ્રેસ નેતાએ માંગી ખંડણી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મહિલા કોર્પોરેટરના પતિએ માંગી ઈજનેર પાસે ખંડણી

point

સિટી ઈજનેર પાસે દર મહિને લાખ રૂપિયાની કરી માંગ

point

ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Jamnagar Crime News: જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ મહાનગરપાલિકાના સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ સિટી ઈજનેર ભાવેશ જાની દ્વારા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પારીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

મહિલા કોર્પોરેટરના પતિની દાદાગીરી

મળતી માહિતી અનુસાર, જામનગર મહાનગર પાલિકા ખાતે સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા ભાવેશ જાનીએ શહેરના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ દીપુ પારિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના જણાવ્યા અનુસાર, દીપુ પારિયાએ તેમને ધમકી આપી હતી કે જો તેમને નોકરી કરવી હોય તો દર મહિને 1,00,000 રૂપિયાનો હપ્તો આપવો પડશે.

સિટી ઈજનેર પાસે ખંડણી માંગતા ચકચાર

આ સાથે જ વકીલ હારુન પલેજાની જેમ અધિકારીની પણ હત્યા કરાવી નાખવાની ધમકી આપી હતી. સાથે જ ઉશ્કેરાઈ જઈને અધિકારીના શર્ટનો કાઠલો પકડી તેમને ખોટા એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવવાની ધમકી પણ આપી હતી.

ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર
 

    follow whatsapp