Jamnagar News: જામનગરના કલેક્ટરને બિજલ શાહને આવ્યો હાર્ટ એટેક, જી.જી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ

જામનગરના જિલ્લા કલેક્ટરને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડાયા. મોડી રાત્રે ગેસની સમસ્યા પછી છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. હાલમાં જિલ્લા કલેક્ટરની તબિયત સુધારા પર હોવાની…

gujarattak
follow google news
  • જામનગરના જિલ્લા કલેક્ટરને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં ખસેડાયા.
  • મોડી રાત્રે ગેસની સમસ્યા પછી છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો.
  • હાલમાં જિલ્લા કલેક્ટરની તબિયત સુધારા પર હોવાની વિગતો.

Jamnagar News: રાજ્યમાં હાર્ટ એટેકના (Heart Attack) સતત વધતા બનાવોએ ચિંતા વધારી દીધી છે. નાના બાળકોથી માંડીને યુવાનોને અચાનક હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે. હવે જામનગરના જિલ્લા કલેક્ટરને (Jamnagar Collector) પણ હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ જામનગરના કલેક્ટર બિજલ શાહને (IAS Bijal Shah) મોડી રાત્રે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાની વિગતો મળી રહી છે.

ગેસની ફરિયાદ બાદ હાર્ટ એટેકના લક્ષણો દેખાયા

જામનગરના કલેક્ટર બિજલ શાહને મોડી રાત્રે છાતીમાં દુખાવો થયા બાદ ગેસની ફરિયાદ પછી હાર્ટ એટેકના લક્ષણો દેખાયા હતા. જેના પગલે તેમને સારવાર માટે તાત્કાલિક જી.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમને સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે અને તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ખાસ છે કે બિજલ શાહ 2009ની બેચના IAS અધિકારી છે.

    follow whatsapp