Jamnagar News: અમદાવાદમાં લા-પીનોઝના પિઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ હવે વધુ એક જાણીતી બ્રાન્ડ વિવાદમાં ફસાઈ છે. જામનગરમાં છાસવાલાના સ્ટોરમાંથી આઈસક્રીમમાં વંદો નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ ગ્રાહકે કંપનીના કસ્ટમર કેરમાં ફોન કરતા ગ્રાહક સાથે જ અભદ્ર ભાષામાં વાત કરાઈ હોવાના આક્ષેપો થયા છે. જે બાદ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છાસવાલાના સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં ફ્રીઝમાંથી પણ વંદા મળ્યા હતા.
ADVERTISEMENT
પંચવટીના સ્ટોરમાંથી ગ્રાહકે આઈસક્રિમ ખરીદ્યો હતો
વિગતો મુજબ, જામનગરમાં પંચવટી હોસ્પિટલ ખાતે આવેલી છાસવાલા નામની દુકાનમાંથી એક ગ્રાહકે આઈસક્રિમ ખરીદ્યો હતો. જોકે આઈસક્રિમ ખાવા જતા જ તેને અંદર કંઈક જીવાત દેખાઈ હતી. સરખું જોતા આઈસક્રિમમાં વંદો દેખાયો જે જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. જે બાત તેણે તરત જ છાસવાલાના ફ્રેન્ચાઈઝી હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. ગ્રાહકોનો આરોપ છે કે હેલ્પલાઈન નંબર પરથી તેને અભદ્ર ભાષામાં જવાબ આપવામાં આવ્યો.
કોર્પોરેશને સ્ટોર બંધ કરાવ્યો
ઘટનાની જાણ થતા જ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ગયું હતું અને છાસવાલાની શોપ પર ટીમ પહોંચી ગઈ હતી. અધિકારીઓએ શોપની તપાસ કરતા ફ્રીજમાંથી વંદા નીકળ્યા હતા. જે બાદ સ્ટોરમાંથી વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવાયું હતું દુકાન માલિકને પણ સફાઈ કરાવીને ઓફિસમાં રૂબરૂમાં રિપોર્ટ આપવા જણાવાયું હતું. જે બાદ જ શોપ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT