જામનગર : જિલ્લાના ચકચારી ગુજસીટોક પ્રકરણના મુખ્ય આરોપી ભુમાફિયા જયેશ પટેલની મિલકતો અગાઉ ટાંચમાં લેવામાં આવી હતી. દરમિયાનમાં આરોપીના મિલકત સબંધે સર્વેની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ અહીંના રણજીતસાગર રોડ પર સાંઇબાબા મંદિર વિસ્તાર ગોકુલદર્શન ખાતેની 650 ફુટની જમીન – મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો જોડાઇ હતી.
ADVERTISEMENT
જામનગરના કુખ્યાત ભૂમાફીયાની સંપત્તી ટાંચમા લીધી
જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલ સામે સંખ્યાબંધ ગુન્હાઓ નોંધાયેલા છે. જેમાં પારકી જમીન પચાવી પાડવી, ખંડણી વસુલવા, ફાયરીંગ કરાવવું, એક એડવોકેટની હત્યા કરાવવી સહિતના ગુન્હાઓમાં વોન્ટેડ એવા આ આરોપી અને તેની ગેંગ ફરતે કાયદાનો સકંજો કસવા માટે બે વર્ષ પહેલા ગુજસીટોક કાયદા હેઠળ ગુન્હો નોંધાયા પછી ગયા વર્ષે આ શખ્સની મનાતી કેટલીક જગ્યાઓ પોલીસે ટાંચમાં લીધી હતી. તે પછી આજે જામનગર પોલીસે રણજીતસાગર રોડ પર આવેલા કુલ 13 પ્લોટ ટાંચમાં લીધા છે. તે 18.12 ચો.મી. એટલે કે 18,497 ફૂટ જેવી બિનખેતી થયેલી આ જગ્યા રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચનાથી અને વર્ષ 2020માં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુન્હાના કામમાં જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ સ્થળે પ્લોટ ટાંચમાં લેવાતા હોવાની જાણ કરતું બોર્ડ પણ લગાડ્યું છે.
જામનગરમાં ગુજસીટોક હેઠળ કેસ દાખલ થયો
જામનગર સહિત રાજયમાં ભારે ચકચારી બનેલા ગુજસીટોક પ્રકરણમાં ભુમાફીયા જયેશ મુળજી રાણપરીયા અને જુદા જુદા ક્ષેત્રના શખ્સોની સામે ગુન્હો નોંધીને અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જયેશ પટેલ લંડનમા પકડાયો હતો. જેને ભારત લાવવાની કાનુની પ્રક્રિયા ચાલી રહી છે, અગાઉ પોલીસ સહિતની ટીમો દ્વારા ગુજસીટોના આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારોમા ગુજસીટોક આરોપીની મિલ્કતો ટાંચમાં લીધી હતી.
પોલીસ અસામાજિક તત્વોને સાંખી નહી લે
દરમ્યાનમાં આજે પોલીસ ટુકડી દ્વારા ગુજસીટોકના આરોપી જયેશ પટેલની અન્ય મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રણજીતસાગર રોડ પર સાંઇબાબા મંદિર ગોલદર્શન વિસ્તારમાં આવેલા 13 જેટલા પ્લોટ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળે સૂચના આપતું નોટીસ બોર્ડ મુકવામાં આવ્યુ હતું. જેમાં આ મિલક્ત જામનગર શહેર લાલપુર રોડ રેવન્યુ સર્વે નં ૧૦૮૪ના પ્લોટ નં. તેમજ ગુજરાત સરકારના ગૃહવિભાગના હુકમ, સીટી-એ ડીવીઝનના ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઇમની (ગુજસીટોક) ક્લમો અનુસાર આ કામ જપ્ત કરવામા આવે છે તેવી સર્વેએ નોંધ લેવી એ પ્રકારનું લખાણ તેમા ટાંકવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં સરકાર દ્વારા દબાણમુક્તિનું અભિયાન
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજસીટોની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા સધન તપાસ કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા ગેરકાયદે રીતે વસાવેલી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી તેજ બનાવી છે. અગાઉ લાખો કરોડોની મિલકતો ટાંચમાં લીધી હતી. દરમ્યાનમાં ફરી એકવાર ભુમાફીયા સામે તવાઇ બોલાવીને વધુ કેટલીક ગેરકાયદે મિલકત ટાંચમાં લેવામાં આવી છે. સાંઇબાબા મંદિર વિસ્તાર તરફ આવેલી જમીન ટાંચમાં લેવાની કાર્યવાહી વેળાએ પોલીસ કાફલો અને અન્ય તેમા જોડાયા હતા.
ADVERTISEMENT