JK: ગુલમર્ગમાં 11 ગુજરાતીઓની ધરપકડ, રાઈડમાં બેસવા નકલી ટિકિટનો કર્યો ઉપયોગ

શ્રીનગરઃ કશ્મીરમાં ગુલમર્ગ ગોંડોલા માટેની નકલી ટિકિટનો ઉપયોગ કરવાના મામલે પોલીસે 11 ગુજરાતીઓની ધરપકડ કરી લીધી છે. અહીંના અધિકારીઓ દ્વારા ફેક અને એડિટ કરેલી ટિકિટ્સ સાથે…

JK: ગુલમર્ગમાં 11 ગુજરાતીઓની ધરપકડ, નકલી ટિકિટનો કર્યો ઉપયોગ

JK: ગુલમર્ગમાં 11 ગુજરાતીઓની ધરપકડ, નકલી ટિકિટનો કર્યો ઉપયોગ

follow google news

શ્રીનગરઃ કશ્મીરમાં ગુલમર્ગ ગોંડોલા માટેની નકલી ટિકિટનો ઉપયોગ કરવાના મામલે પોલીસે 11 ગુજરાતીઓની ધરપકડ કરી લીધી છે. અહીંના અધિકારીઓ દ્વારા ફેક અને એડિટ કરેલી ટિકિટ્સ સાથે પ્રવાસીઓ અને લોકલ ટુરિસ્ટ ગાઈડને પકડી પાડવામાં આવ્યો છે. આ પ્રવાસીઓ સાથે સ્થાનિક ગાઈડ પણ ધરપકડમાં શામેલ છે. ઉલ્લેખનીય છે કે નકલી ટિકિટના ગુનામાં આવું ત્યાં બીજી વખત થયું છે કે પ્રવાસીઓ પકડાઈ ગયા હોય. અગાઉ પણ પંદરેક દિવસ પહેલા મુંબઈથી આવેલા 28 જેટલા પ્રવાસીઓને આવા જ ગુનામાં પકડવામાં આવ્યા હતા. આ પ્રવાસીઓ પાસે પણ નકલી ટિકિટ હતી.

ગોંડોલા રાઈડનો આનંદ નકલી ટિકિટો પર માણવો
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડોલામાં કોંગડોરીથી ગુલમર્ગ આવતા ગુરુવારે સ્થાનીક ગાઈડ સાથે 11 ગુજરાતી પ્રવાસીઓને નકલી ટિકિટ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ પૈકીની ઘણી ટિકિટ્સ એડિટ કરેલી હતી. પ્રવાસીઓ ટટ્ટુ પર સવાર થઈ કોંગડોરી આવ્યા હતા અને નકલી ટિકિટ પર ગોંડોલા રાઈડનો આનંદ માણવા માગતા હતા. જોકે તેઓ પકડાઈ જતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

કાયદામાં બદલાવ વગર સમલૈંગિકો માટે શું કરી શકે સરકાર? SCએ ત્રણ મે સુધી જવાબ માગ્યો

ટિકિટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ
ગોંડોલા પ્રોજેક્ટના મેનેજિંટ ડિરેક્ટર ગુલામ જિલાનીનું કહેવું છે કે, અમારા અધિકારી ટિકિટ ઈન્ચાર્જ પરવેઝ અહમદ કુરેશી અને પ્રોજેક્ટ ઈન્ચાર્જ શૌકત અહેમદ બટએ જરૂરી કાર્યવાહી કરીને તેમને પોલીસને સોંપ્યા છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, અમે પ્રતિ દિવસ મર્યાદિત ટિકિટોની સંખ્યા રાખીએ છીએ. ગોંડોલા પ્રોજેક્ટની ક્ષમતા પ્રમાણે આ નક્કી થાય છે. ટિકિટ ફક્ત ઓનલાઈન જ ઉપલબ્ધ છે અન્ય કોઈ માધ્યમ નથી. તેથી ટિકિટોને લેતી વખતે પ્રવાસીઓએ કોઈ પણ એવા દલાલો કે છેતરામણી વ્યક્તિઓથી સચેત રહેવું જોઈએ. નકલી ટિકિટ પર મુસાફરી એ સજાપાત્ર ગુનો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp