દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી ત્યારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો સત્તા માટે ધમ પછાડા કરી રહ્યા છે. હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને પોતાની પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યા. ઈસુદાન માટે કઈ બેઠક નક્કી કરવી તેના પર પણ આપ દ્વારા ઉંડી ચર્ચા પછી જામખંભાળિયા બેઠક નક્કી કરવામાં આવી. જોકે ખંભાળિયાનો ઈતિહાસ જોવા જઈએ તો વર્ષ 1972થી અત્યાર સુધીની આ ચૂંટણીઓમાં ઉમેદવાર જો આહિર જ્ઞાતિના ન હોય તો તે આ બેઠક પર જીત્યા નથી. ઈસુદાન માટે આ બેઠક જીતવી એ એક નિશ્ચિત જ રેકોર્ડ બનાવશે, પરંતુ તેને જીતવી અને ઈતિહાસને બદલવો ઈસુદાન માટે એટલો સહેલો પણ નથી. તો આવો જાણીએ આ બેઠક પર ઈસુદાન માટે કયા પડકારો રાહ જોઈ રહ્યા છે.
ADVERTISEMENT
આહિર મતદારો નિર્ણાયક
ઈસુદાન ગઢવીને આપ દ્વારા ગુજરાત વિધાનસભાની જામખંભાળિયા બેઠક પર ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે. જોકે આ બેઠક પર આહિર સમાજના મતદારોની સંખ્યા મોટી છે. બેઠકમાં નેતાગીરી પર પણ આહિર સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. અહીં સુધી કે ઈતિહાસમાં 1972 પછીથી આ બેઠક પર આહિર ઉમેદવારો સિવાયના ઉમેદવારો ક્યારેય ચૂંટાયા નથી. હવે આપ દ્વારા આ બેઠક પર ગઢવી ઉમેદવારને અહીં મેદાને ઉતારવામાં આવ્યા છે. જોકે ઈસુદાન માટે એક રાહતની બાબત એ છે કે આહિર સમાજનો ઓબીસીમાં સમાવેશ કરાય છે અને ગઢવી પણ ઓબીસીમાં સમાવિષ્ટ છે. જેના કારણે તેમને ઓબીસી ફેક્ટરનો કદાચ લાભ મળી જાય તેવું રાજકીય પંડિતો માને છે. એક રિપોર્ટ મુજબ આ બેઠક પર લગભગ 52 હજાર આહિર મતો છે. તે ઉપરાંત 40 હજારથી વધુ મુસ્લિમ મતો અને દલિત મતો 18 હજાર જેટલા છે. ગઢવી મતદારોની સંખ્યા અહીં 15 હજાર છે. ઉપરાંત સથવારા સમાજ પણ 21 હજાર મતનો હોલ્ડ છે. આમ માત્ર ગઢવી સમાજ પર છાપ ઊભી કરી શકે તો તે ઉમેદવાર માટે કોઈ મોટું તિર વાગે નહીં તેવી સ્થિતિ છે. તેના માટે આહિર સમાજનો ટેકો લેવો અત્યંત આવશ્યક છે. જોકે ઓબીસી ફેક્ટરમાં આહિર ઉપરાંત સથવારા સમાજ પણ તેમની સામે ઝુકાવ રાખે તો ગણિત અલગ છે.
બેઠકનો ટુંકો ઈતિહાસ
ઈસુદાન ગઢવી ખંભાળિયાના પીપળિયા ગામના વતની છે. તેઓ માટે ખંભાળિયા આમ તો સેફ સીટ ગણી શકાય પરંતુ બેઠકનો ઈતિહાસ એવો છે કે આ બેઠક પરથી બીન આહિર ઉમેદવાર છેલ્લે 1967માં ચૂંટાયા હતા. ઈસુદાન માટે અહીંની આહિર જાતિના મતોને આકર્ષવા વધુ ફાયદાકારક છે અને તો જ તેમની જીત નિશ્ચિત આંકી શકાય. આ બેઠકની રાજકારણની દિશા તરફ આહિરોનો દબદબો 1972થી ચાલુ થયો અને તેમાં જ્યારે અપક્ષના ઉમેદવાર હેમંત માડમે નકુમને હરાવ્યા ત્યાંથી આ શરૂઆત થઈ હતી. આ જ બેઠક હેમંત માડમે અપક્ષ ઉમેદવારી કરીને એક નહીં પણ સતત ત્રણ વખત જીતી હતી. આ જ હેમંત માડમના પુત્રી છે પુનમ માડમ છે જેઓ ભાજપના જામનગરથી સાંસદ છે. 1990માં જ્યારે હેમંત માડમ ચૂંટણી લડી રહ્યા ન હતા ત્યારે જ કોંગ્રેસ માટે આ બેઠક પર જીતના અંકુર ફુટ્યા હતા. પહેલી વખત આ મતવિસ્તારમાંથી ભાજપે ચૂંટણી લડી હતી. 1993માં હેમંત માડમનું નિધન થયું અને ત્યારે 1995માં ભાજપના જેસા ગોરિયાએ રણમલને હરાવ્યા અને પહેલી વખત બેઠક જીતી હતી.આ બેઠક પર તે પછી ભાજપની પક્કડ લગભગ બે દાયકાઓ સુધી રહી. આ બેઠક પર જીતનારા તે તમામ આહિર સમાજના નેતાઓ હતા. 1990 પછી સામાન્ય ચૂંટણીમાં ખંભાળિયાની પહેલી વખત જીત થઈ હતી. આ બેઠક પરથી તે વખતે બે વખત ધારાસભ્ય રહેલા ભાજપના કુરુ ચાવડાને હરાવ્યા હતા.
ADVERTISEMENT