જામનગર: જામનગરમાં શહેર ભાજપમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. લાખોટા તળાવ પર જામનગર કોર્પોરેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થયો હતો, જેમાં રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. જેમાં વચ્ચે પડેલા મેયર મીના બીનાબેન કોઠારીને રિવાબા જાડેજાએ ‘ઔકાતમાં રહેજો’ કહી દીધું હતું.
ADVERTISEMENT
ત્યારે સમગ્ર ઘટનાક્રમના બીજા દિવસે પણ જામનગરના રાજકારણમાં ગરમાવો રહ્યો હતો. ઘટનાને પગલે મેયલ બીનાબેન કોઠારીા પરિવારનો શહેર ભાજપ પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા અને ઔકાત શબ્દ તથા રિવાબાએ કરેલા વાણીવિલાસ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે શહેર ભાજપ દ્વારા તેમને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં થાય તેની ખાતરી આપી હતી.
શુક્રવારે ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરાના કાર્યાલય પર મેયર બીનાબેન કોઠારીના પરિવારના સભ્યો પહોંચી ગયા હતા. અહીં તેમણે રિવાબાએ વાપરેલા શબ્દો સામે વિરોધ નોંધાવ્યો હતો. પરિવારના મોભી પ્રવિણભાઈ કોઠારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી છે, અમારી કોઈ માંગણી નથી. શહેર પ્રમુખે અમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવું નહીં થાય.
નોંધનીય છે કે, ઘટના બાદ સાંસદ પૂનમ માડમે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ખુલાસો કર્યો હતો કે, ‘રિવાબા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે, મીડિયા સામે જે બન્યું તેમાં વાતના વતેસર થયા. આ એક મીસ અન્ડર સ્ટેન્ડિંગ હતી અને ક્વીક રિએક્શન હતું તેના સિવાય બીજું કશું ન્હોતું, પાર્ટીના વડીલનું માન જળવાય અને, રિવાબા નાના છે તેઓ ગુસ્સો કરી શકે છે’.
ઘટના અંગે રિવાબા જાડેજા શું બોલ્યા?
જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. એમાં MP મેડમે પહેલા ટ્રિબ્યૂટ આપવાનું થયું એમાં તેમણે ચપ્પલ પહેરેલા હતા. પછી મારો વારો આવ્યો એટલે મેં પોતે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પછી કોર્પોરેશનના લોકોએ પણ આ રીતે કર્યું. અમે સાઈડમાં ઊભા હતા. ત્યારે MPએ ટિપ્પણ કરી કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. આવા કાર્યક્રમમાં તેમની આ ટિપ્પણી મને માફક ન આવી. એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે મેં જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT