Ayodhya Ram Mandir: આગામી વર્ષે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તો અન્ય ઘણા નેતાઓ, સંતો અને સેલેબ્રિટીઓને આમંત્રણ અપાયું છે. ત્યારે વીરપુરના જલારામ મંદિર દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોટી જાહેરાત કરાઈ છે. જલારામ મંદિર તરફથી રામ મંદિરમાં આજીવન બે ટાઈમનો થાળ ધરાવવામાં આવશે.
ADVERTISEMENT
રામ મંદિર ટ્રસ્ટે સ્વીકાર્યો જલારામ મંદિરનો પ્રસ્તાવ
વર્ષ 2020માં જ્યારે રામ મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી ત્યારે વીરપુરના જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાએ રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ફોન પર વાત કરી હતી અને ભગવાન રામના મંદિરમાં જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવનના યજમાન વીરપુર જલારામ બાપા રહેશે તેવો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો છે. જે બાદ વીરપુરમાં ખુશીનો માહોલ છવાયો છે.
પ્રાણ પ્રતિષ્ઠામાં ભક્તોને અપાશે મગસના લાડુ અપાશે
નોંધનીય છે કે, જલારામ મંદિરમાં એક પણ પૈસા કે અન્ય સ્વરૂપે દાન સ્વીકારાતું નથી. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 22 અને 23 જાન્યુઆરીએ આવનારા તમામ દર્શનાર્થીઓને મંદિર તરફથી પ્રસાદમાં મગસના લાડુ આપવાની પણ જાહેરાત કરાઈ છે. વીરપુરથી 50થી 60 સ્વયંસેવકોની ટીમ 2 જાન્યુઆરીએ અયોધ્યા જવા રમાના થશે અને ત્યાં પહોંચીને તેઓ પ્રસાદ બનાવશે. અને અહીં મંદિર પરિસરમાં જ તેઓ ભક્તોમાં પ્રસાદ વહેંચશે.
ADVERTISEMENT