કૌશિક કાંટેચા.કચ્છઃ ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તળાઈ રહ્યું છે ત્યારે ન માત્ર ગુજરાત પણ અન્ય રાજ્યોને પણ આ વાવાઝોડાની અસર થશે. ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દીવ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, ગોવા, દમણ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ વાવાઝોડાની અસરો જોવા મળે તો નવાઈ નહીં. ગુજરાતના દરિયાકાંઠેથી આ વાવાઝોડું લેન્ડફોલ કરવાનું હોવાથી વાવાઝોડાની અસર મોટી જોવા મળી શકે છે. ત્યારે જખૌ ખાતે આ વાવાઝોડાની સીધી અને સૌથી પહેલી ટક્કર થવાની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ટક્કર થાય તે પહેલા ત્રણ વ્યક્તિ અહીંથી થોડા નજીક આવેલા એક ટાપુ પર ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે.
ADVERTISEMENT
નહેરમાં ન્હાવા પડેલી 15 ભેંસો મરી ગઇ, 500 થી વધારે દાઝી ગઇ, જાણો ચોંકાવનારો મામલો
ત્રણ વ્યક્તિને બચાવવા ઓપરેશન
ગુજરાતના જખૌ ખાતે બિપોરજોય વાવાઝોડાની ટક્કર થવાની છે એટલે કે લેન્ડફોલ એરિયા જખૌ પોર્ટ નજીક છે. ત્યારે લેન્ડ ફોલ એરિયાથી થોડા જ દૂર આવેલા ખિદરત ટાપુ પર ત્રણ વ્યક્તિ ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. જેની જાણકારી મળતા જ તે લોકોને રેસ્ક્યૂ કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. એનડીઆરએફ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ આ ત્રણ વ્યક્તિને કેવી રીતે બચાવવા તેની યોજના બનાવવા લાગી છે. હાલ આ ઘટનાની વધુ વિગતો મેળવાઈ રહી છે. હાઈ ટાઈડ વચ્ચે ત્રણ લોકોને રેસ્ક્યુ કરવામાં ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે તે તમામ બાબતો પર વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT