કૌશિક કાંટેચા.કચ્છઃ આજે 15મી ઓગસ્ટને ધ્યાને લઈને ગુજરાત સહિત દેશભરની સુરક્ષા એજન્સીઓની વિવિધ મોટી ગુનાહિત પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર છે. આ કાર્યવાહીને પગલે આજે બીએસએફ દ્વારા જખૌ ખાતે તપાસની કામગીરી કરવામાં આવી હતી. જોકે તેના વચ્ચે ચોંકાવનારી વાત એ હતી કે એજન્સીઓ એલર્ટ હોવા છતા અહીં જખૌમાં વધુ એક વખત બિનવારસી નશાના પદાર્થો મળી આવ્યા હતા.
ADVERTISEMENT
દરેક પેકેટનું વજન 1 કિલો
15 ઑગસ્ટ 2023એ BSFએ જખૌ કિનારે અલગ-અલગ વિશેષ સર્ચ ઓપરેશનમાં, 03 અલગ-અલગ સ્થળોએથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 31 પેકેટ (દરેકનું વજન અંદાજે 01 કિલોગ્રામ) અને હેરોઈનના 01 પેકેટો જપ્ત કર્યા. માર્કેટ વેલ્યૂની વાત કરીએ તો અંદાજીત આ મુદ્દામાલ 5.47 કરોડનો થવા જાય છે. જેમાં કિલો દીઠ ચરસ 1.5 લાખ રૂપિયાનું અને હેરોઈનનો જથ્થો 5 કરોડનો અંદાજીત માર્કેટ વેલ્યૂ ધરાવે છે.
પીએમ મોદી લાલ કિલ્લા પરથી સુપ્રીમ કોર્ટના વખાણ કર્યા, CJI એ હાથ જોડી કહ્યું આભાર
ચરસના 10 પેકેટ પહેલા જખૌ કિનારેથી લગભગ 9 કિમી દૂર નિર્જન શેખરાન પીર બેટમાંથી મળી આવ્યા હતા. જખૌ કાંઠાથી લગભગ 06 કિમી દૂર લુના બેટમાંથી હેરોઈનનું 01 પેકેટ ઝડપાયું હતું. આ પેકેટ સફેદ રંગની પ્લાસ્ટિકની થેલી છે જે 14 ઓગસ્ટ 2023ના રોજ કુંડી બેટમાંથી ઝડપાયેલા પેકેટ જેવું જ છે. જખૌ કિનારેથી લગભગ 07 કિમી દૂર નિર્જન બકલ બેટમાંથી ચરસના બીજા 21 પેકેટ મળી આવ્યા હતા. આમ કુલ 31 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઈન મળી આવ્યું હતું.
એપ્રિલ 2023ના મધ્યભાગથી જખૌ કિનારેથી ચરસના 81 પેકેટ અને હેરોઈનના 10 પેકેટ ઝડપાયા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ADVERTISEMENT