અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. અને હવે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે તૈયારી આદરી હોય તેમ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન આજે મોડાસા માં કોંગ્રેસ નું જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર આકરા પાણીએ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી પર થયેલ કેસને લઈ જગદીશ ઠાકોરે સી આર પાટિલ અને હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કર્યા છે. આક્રમક મૂડમાં આવેલ જગદીશ ઠાકોરે હર્ષ સંઘવીને સી આર પાટીલ ના પહેલા ખોળાના કહેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આજે આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. જગદીશ ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા અને તેમના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી પર થયેલા માનહાનિ કેસને લઈને જગદીશ ઠાકોરે કહ્યું કે સુરતમાં રાહુલ ગાંધી સામે કેસ થવાનું કારણ સી આર પાટીલ અને હર્ષ સંઘવી છે. ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ભાજપના છે. પ્રમુખ સીઆર પાટિલના પહેલા ખોળાના હર્ષ સંઘવી ત્યાં રહે છે. કેસ મોડી સમાજના કોઈ સંગઠને નાથી કર્યો. કેસ ભાજપના પૂર્વ મંત્રી અને અત્યારના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કેસ કર્યો. ખબર પડી કે આપડું ધાર્યું પરિણામ નહીં આવે એટલે ફરિયાદી પોતે બન્યા. રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી છે. હાઇકોર્ટમાં જઈ મનાઈ હુકમ લીધો છે.
આ પણ વાંચો: ભાવનગર ડમીકાંડ: PSI ની ટ્રેનિંગ લઇ રહેલા વધારે એક કૌભાંડીની ધરપકડ
એક તરફ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો કોંગ્રેસે પણ ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી છે. ભાજપના નેતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલ પર આકરા પ્રહાર કર્યા છે. ત્યારે આજના નિવેદનને લઈ રાજકારણ ગરમાય તેવી પૂરી શક્યતા છે. એક તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કહી રહ્યા છે કે સામે ઉભેલા ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થવી જોઈ એ ત્યારે બીજી તરફ હવે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી છે.
(વિથ ઇનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT