ઈસુદાન ગઢવીએ ડોક્ટર સાથે જઈ પશુઓને વેક્સિન આપવાની વાત કેમ કરી! જાણો આનું કારણ

ગુજરાત રાજ્યામાં એક બાજુ લઠ્ઠાકાંડથી 45થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં લમ્પી વાઈરસના કહેર વચ્ચે અનેક ગાયો મૃત્યુ પામી રહી છે.…

gujarattak
follow google news

ગુજરાત રાજ્યામાં એક બાજુ લઠ્ઠાકાંડથી 45થી વધુ લોકોનાં મોત થયા છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં લમ્પી વાઈરસના કહેર વચ્ચે અનેક ગાયો મૃત્યુ પામી રહી છે. તેવામાં AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ આ વાઈરસને ગંભીરતા ન લેવા મુદ્દે ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે જ્યારે સમય હતો ત્યારે આ પશુઓને વેક્સિન આપી દેવી જોઈએ પરંતુ આમ થયું નહીં અને અત્યારે સ્થિતિ વણસી ગઈ છે. આ તમામ ગાયોના મોત પાછળ ઈસુદાન ગઢવીએ ભાજપ સરકારને જવાબદાર ઠેરવી હતી.

ઈસુદાને કહ્યું અમે વેક્સિન આપવા જઈએ!
અત્યારે લમ્પી વાયરસના કહેર વચ્ચે ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ડોકટરો સાથે અમે જઈશું અને વેક્સિન આપવા પણ સજ્જ છીએ. આમ આદમી પાર્ટી અત્યારે ફંડ એકઠું કરીને વેક્સિનેશન કરવા પણ તૈયાર છે. જો ભાજપ સરકાર અમને અનુમતિ આપશે તો અમે આવું કરવા પણ તૈયાર છીએ.

ગાય માતા માટે ભાજપના નેતાઓ ચુપ કેમ- ઈસુદાન
ઈસુદાન ગઢવીએ ત્યારપછી ભાજપના નેતાઓનાં ગૌમાતા પ્રત્યેના પ્રેમ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અહીં ડેરીના પ્લાન્ટ્સના લોકાર્પણ કાર્યક્રમમાં પણ કોઈપણ ભાજપના નેતાએ ગાયોનાં મોત અંગે કોઈપણ સહાનુભૂતિ વ્યક્ત કરી નહોતી. લમ્પી વાયરસના કહેર અંગે આ લોકાર્પણમાં એકપણ ભાજપનો નેતા કશું બોલ્યો નહોતો.

    follow whatsapp