સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીને આજે મોટો ફટકો લાગ્યો હતો. AAPના 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા. ત્યારે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર મોટો આક્ષેપ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ ડરાવી, ધમકાવી અને પૈસાના જોરે તેમના કોર્પોરેટેરોને તોડ્યા છે.
ADVERTISEMENT
‘અમારા કોર્પોરેટરોને 50-50 લાખમાં ખરીદ્યા’
તેમણે કહ્યું, ભાજપે 50-50 લાખ રૂપિયા આપીને આ કોર્પોરેટરોને ખરીદ્યા છે. હું EDને પણ વિનંતી કરીશ કે તમારામાં તાકાત હોય તો AAPના કોર્પોરેટરોને જે ભાજપના નેતાઓએ ખરીદ્યા છે તેમની પણ તપાસ કરો. ગઈકાલે આ કોર્પોરેટરોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા પાસે લઈ જવાયા અને લાખો રૂપિયાની ઓફર કરાઈ હતી. બીજા ઘણા કોર્પોરેટરોને આવી લાખો રૂપિયાની ઓફર આપી છે, તેમને ધમકી આપી છે, તેમના પરિવારને પતાવી દેવાની ધમકી આપી છે.
‘ભાજપે પ્રજા સાથે દ્રોહ કર્યો છે’
ઈસુદાને કહ્યું, અમે ગુજરાતની જનતાની માફી માગીએ છીએ. અમારી ટીમ તમારા માટે લડે છે અને લડતી રહેશે. પરંતુ તમારે જાગૃત થવું પડશે. ભાજપ પાસે સેંકડો કોર્પોરેટરો છે, કોઈને તમે ઓળખતા નહીં હોય. અહીં 27 છે તેના પર નજર કરી તેમણે, ડરાવી ધમકાવીને તેમને તોડી રહ્યા છે. આગામી દિવસોમાં અમે ડોર ટુ ડોર જઈશું. ભાજપ પાસે 156 ધારાસભ્યો, હજારો કોર્પોરેટરો હોવા છતા 5-6 કોર્પોરેટરો તમારે ખરીદવા પડે છે. ઢાંકણીમાં ડૂબી મરો. તમે માનો છે કે તમે મોટા તીર માર્યા છે, પરંતુ તમે પ્રજા સાથે દ્રોહ કર્યો છે.
આ કોર્પોરેટરો હવે ભાજપમાં
1- સ્વાતિ બેન કયાડા
2- નિરાલી બેન પટેલ
3-ધર્મેન્દ્ર બાવળિયા
4- અશોક ધામી
5- કિરણ ભાઈ
6- ઘનશ્યામ મકવાણા
7-રુતા ખેની
8-જ્યોતિ લાઠીયા
9-ભાવના સોલંકી
10- વિપુલ ભાઈ મોવલિયા
ADVERTISEMENT