વ્યારા ખાતે 40 વર્ષ જૂના ઘરોના ડેમોલેશન ને લઈને આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ થયા લાલધૂમ

સંજયસિંહ રાઠોડ.સુરતઃ તાપીના વ્યારામાં તંત્ર દ્વારા 40 વર્ષથી રહેતા જુના ઘરો પર બુલડોઝર ચલાવવા મામલામાં હવે રાજકારણ ઊભું થયું છે. આ મામલામાં ઈશુદાન ગઢવીએ નારાજગી…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ તાપીના વ્યારામાં તંત્ર દ્વારા 40 વર્ષથી રહેતા જુના ઘરો પર બુલડોઝર ચલાવવા મામલામાં હવે રાજકારણ ઊભું થયું છે. આ મામલામાં ઈશુદાન ગઢવીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે અહીં ડિમોલિશનને કારણે મકાન ગુમાવનારાઓના પરિવારોની સાથે મુલાકાત લીધી હતી. તેમણે આ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા અંગે જોર મુક્યું હતું.

જરૂર પડશે તો મુખ્યમંત્રીને વાત કરીશઃ ઈશુદાન
તાપી જિલ્લાના વ્યારા ખાતે સરકારી તંત્ર દ્વારા છેલ્લા 40 વર્ષથી રહેતા પરિવારો ના ઘરોનો ડેમોલેશન કરવામાં આવ્યું છે. જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી વ્યારા ખાતે પહોંચ્યા હતા અને પીડિત પરિવારોની મુલાકાત કરી હતી. ઈશુદાન ભાઈ ગઢવી કહ્યું હતું કે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર વહેલી સવારે પોલીસના કાફિલા સાથે બળજબરી પૂર્વક મકાનો તોડી પડાયા છે આ ઘટના ખૂબ નીંદનીય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને તેમણે તાપી જિલ્લાના કલેક્ટરને પણ વાત કરી છે જરૂર લાગશે તો મુખ્યમંત્રીને પણ વાત કરશે. ઈશુદાન ગઢવી જણાવ્યુ હતું કે સત્તા કોઈની પણ કાયમી રહેતી નથી માનવતાની દ્રષ્ટિએ પણ અહીં રહેતા લોકોની વ્યવસ્થા કરવી જોઈએ અહી ના લોકો નરક જેવી જિંદગી જીવી રહ્યા છે.

    follow whatsapp