ગુજરાત શું અફઘાનિસ્તાન બની રહ્યુ છે? પ્રેમની તાલિબાની સજા જોઇને હાજા ગગડી જશે

આણંદ : ગુજરાતમાં આણંદમાં તાલિબાની સજા કરવામાં આવી હતી.બોરસદ તાલુકાના બદલપુર ગામે એક યુવકને યુવતીના પરિવાર દ્વારા તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. ઝાડ સાથે બાંધીને…

gujarattak
follow google news

આણંદ : ગુજરાતમાં આણંદમાં તાલિબાની સજા કરવામાં આવી હતી.બોરસદ તાલુકાના બદલપુર ગામે એક યુવકને યુવતીના પરિવાર દ્વારા તાલિબાની સજા ફટકારવામાં આવી હતી. ઝાડ સાથે બાંધીને આ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે આ અંગે પોલીસ કોઇ અધિકારીક રીતે કોઇ નિવેદન આપી નથી રહી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ પણ પોલીસનું ચલકચલાણું
યુવકને ઝાડ સાથે બાંધીને ખુબ જ ક્રુરતા પુર્વક મારવામાં આવી રહ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હાલ આ વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં તો આવી છે પરંતુ આ અંગે હજી સુધી કોઇ અધિકારીક ફરિયાદ નોંધાઇ નહી હોવાના કારણે પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

અધિકારીક ફરિયાદ દાખલ નથી કરી
આ અંગે સ્થાનિક પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હજી સુધી અમારી પાસે કોઇ અધિકારીક ફરિયાદ આવી નથી. પરંતુ વીડિયોના આધારે અને વીડિયોમાં જોવા મળી રહેલા કુલ પાંચ શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. યુવકની ઓળખ કરવાનો પણ પ્રયાસ ચાલી રહ્યો છે. જો કે વધારે વિગતો ફરિયાદ દાખલ થયા બાદ તપાસ દરમિયાન સામે આવશે.

    follow whatsapp