મેહુલ બોઘરાનો ઘટસ્ફોટ: IPS અધિકારીએ તોડ કરવા બનાવી હતી TRB ગેંગ, સાજન ભરવાડ આ ચડ્ડી બનીયાનધારી ટોળકીનો વડો હતો!

સુરત : મેહુલ બોઘરા પર સુરતમાં થયેલા ઘાતક હુમલા બાદ આ સમગ્ર મામલો ખુબ જ ગરમ થઇ ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી મેહુલ બોઘરાના પક્ષમાં મોટા…

gujarattak
follow google news

સુરત : મેહુલ બોઘરા પર સુરતમાં થયેલા ઘાતક હુમલા બાદ આ સમગ્ર મામલો ખુબ જ ગરમ થઇ ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી મેહુલ બોઘરાના પક્ષમાં મોટા પ્રમાણમાં લોકો ઉતરી રહ્યા છે. સોશિયલ મીડિયા હોય કે ઓનગ્રાઉન્ડ લોકો અભુતપુર્વ સમર્થન આપી રહ્યા છે. પહેલાથી જ પોલીસની નેગેટિવ છબી અને તેમાં મેહુલ બોઘરા પર થયેલો હુમલાએ હવે પોલીસની છબીને સાવ ખરડી નાખી છે. લોકોના મનમાં રહેલો અસંતોષ ફરી એકવાર ઉકળીને બહાર આવી રહ્યો છે. પોલીસ પર લોકો ફિટકાર વરસાાવી રહ્યા છે. કોર્ટ હોય કે સોશિયલ મીડિયા બધે જ પોલીસ અને સાજન ભરવાડ નામના ટીઆરબી જવાનની હાય હાય બોલાવી રહ્યા છે.

Exclusive: એરપોર્ટ પર શાહ અને CM વચ્ચે ગુપ્ત મુલાકાત બાદ ઘડાયો ત્રિવેદી-મોદીની ફરજ રિક્તીનો તખ્તો

મેહુલ બોઘરાએ સ્વસ્થય થતાની સાથે કર્યો મોટો ખુલાસો
જો કે સ્વસ્થય થતાની સાથે જ મેહુલ બોઘરા ફરી બેઠો થયો છે. હોસ્પિટલમાંથી જ તેણે લાઇવ કરીને સુરતનાં એક ઉચ્ચ પોલીસ અધિકારી ઝેડ.એ શેખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. એસીપી ઝેડ એ શેખ પર આક્ષેપ કરતા મેહુલ બોઘરાએ દાવો કર્યો કે, તેણે આ ટીઆરબીની 50 લોકોની આખી ગેંગ બનાવી હતી. આ ગેંગ ક્યારે પણ ડ્રેસ પહેરતી નહોતી અને તેનું કામ માત્ર અને માત્ર ઉઘરાણા કરવાનું જ હતું. સાજન ભરવાડ આ ગેંગનો લીડર હતો. આ ગેંગ ક્યાંય પણ ઉભી રહી જતી અને આવતા જતા ભારે વાહનો, માલવાહક રિક્ષાઓ સહિતના લોકો પાસે ઉઘરાણા કરતા હતા. ઝે.એ શેખે તેમને ઉઘાડી લૂંટ કરવાનો પરવાનો આપ્યો હતો.

EXCLUSIVE VIDEO: PM મોદીએ બપોરે જ પાટીલને ફોન પર રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા છીનવી લેવા કર્યો હતો આદેશ?

સુરતનો એકે એક ખુણે આ ટીઆરબીની ચડ્ડીબનિયાનધારી ટોળકી કરતી હતી ઉઘરાણા
સુરતમાં કોઇ ખુણો બાકી ન હતો કે જ્યાં આ લોકોના હપ્તા ન ચાલતા હોય. લારી ગલ્લા, પેડલ રિક્ષા, રિક્ષા, ખટારા, છોટા હાથી કે કોમર્શિયલ રીતે વપરાતાા કોઇ પણ વાહનનો તે લોકો હપ્તો લેતા હતા. નાના વાહન ચાલકો અને ખાનગી વાહનોના મેમો ફાડતા જ્યારે કોમર્શિયલ વાહનો પાસેથી તોડ કરતા હતા. અનેક સ્થળોએ આ લોકોના હપ્તા બાંધેલા હતા. આ તમામ કામ સાજન ફરવાડના નેતૃત્વમાં આ ટીઆરબી ગેંગ કરતી હતી. આ ગેંગનો વડો સાજન ભરવાડ ઝેડ.એ શેખના ઇશારે આ સમગ્ર રેકેટ ચલાવતો હોવાનો દાવો મેહુલ બોઘરાએ કર્યો હતો. આ ઉપરાંત તેની પાસે પુરતા પુરાવા હોવાનો પણ દાવો તેણે કર્યો હતો. જો કે મેહુલ બોઘરાના આ દાવામાં કેટલું સત્ય છે તે તો આગામી તપાસ બાદ જ ખબર પડશે. આ ઉપરાંત બોઘરાના આ દાવા બાદ કોઇ તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે.

    follow whatsapp