અમદાવાદઃ ગુજરાત કેડરના IPS અધિકારીને અક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને 6 મહિનાનું એક્સટેન્શન મળી ગયું છે. નોંધનીય છે કે અગાઉ પણ તેમને આ પ્રમાણે એક્સટેન્સન આપવામાં આવ્યું હતું. અત્યારે પ્રવિણ સિંહા ઈન્ટરપોલમાં પણ કાર્યરત છે. તેમને મળેલા 6 મહિનાના એક્સટેન્શન પછી હવે પ્રવિણ સિંહા 30 એપ્રિલ 2023 સુધી CBIમાં કાર્યરત રહી શકે છે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા એક્સટેન્શન મળ્યું…
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. તેવામાં અત્યારે વિવિધ કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આવામાં જોવા જઈએ તો ગુજરાત કેડરના IPS અધિકારી તેમજ CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણસિંહાને એક્સટેન્શન અપાયું છે. વિગતો પ્રમાણે તેમને 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. તેઓ 30 એપ્રિલ 2023 સુધી CBIમાં કાર્યરત રહેશે.
ADVERTISEMENT