ગાંધીનગરઃ પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે એક વીડિયો મારફતે તલાટીની પરીક્ષા ઉપરાંત નજીકના જ સમયમાં યોજાવા જઈ રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને ઊભા થઈ રહેલા પ્રયાસો અંગે તેમણે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે, તલાટીની પરીક્ષા પણ અમે 30 એપ્રીલે યોજવાની તૈયારીઓમાં છીએ પરંતુ અમને બેઠક વ્યવસ્થાઓમાં મુશ્કેલી પડી રહી છે. કારણ કે 17 લાખ ઉમેદવારો છે. જેમાંથી 14 લાખ ઉમેદવારોની વ્યવસ્થા થઈ છે પરંતુ બાકી રહેતા ઉમેદવારો માટે ખાનગી કોલેજો જો મદદ કરે તો આ પરીક્ષા પણ સમયસર શક્ય બને. ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષા માટે હાલ સરકાર પાસે ઉમેદવારોને બેસાડવાની જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેના માટે વધુ કેન્દ્રો ઊભા કરવા પડે તેવી સ્થિતિ છે. આ મામલે યુવરાજસિંહે એક સલાહ પણ આપી હતી કે આઈટીઆઈને તંત્ર કેન્દ્ર તરીકે લઈ શકે તો મોટાભાગની મુશ્કેલી પુર્ણ થાય તેમ છે. તો આવો જાણીએ IPS હસમુખ પટેલે શું કહ્યું અને આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ શું પ્રતિક્રિયા આપી.
ADVERTISEMENT
વધુ એક કોંગ્રેસી MLA ભાજપમાં જવાની તૈયારીમાં? ગેનીબેને સરકારના ભરપેટ વખાણ કર્યા, જુઓ VIDEO
ગેરરીતિ ના થાય તેને ધ્યાને લઈ નજીકમાં કેન્દ્ર આપ્યા નથીઃ હસમુખ પટેલ
હસમુખ પટેલે કહ્યું કે, જુના કોલ લેટર લઈને આવશે તો તેવા ઉમેદવારોને પ્રવેશ મળશે નહીં તે બાબતને ધ્યાન રાખે અને નવા કોલ લેટર ડાઉનલોડ કરી લે. ઉમેદવારને આ કોલ લેટર ડાઉનલોડ થશે તે પહેલા બેન્ક ડિટેઈલ આપી ભાડા ભથ્થું ક્લેઈમ કરવાનું રહેશે. જેમણે પરીક્ષા આપી છે તેમને આ લાભ મળશે. પરીક્ષા નહીં આપે તેને લાભ મળશે નહીં. અમે ઉમેદવારને રોકડ આપવા કરતા બેન્કમાં નાણા આપશું. એસટી વિભાગ પણ જે તે રૂટ પર વધુ બસ મુકવાનું છે. દરેક ઉમેદવારને શક્ય તે રીતે નજીક કેન્દ્ર અપાયું છે. ગેરરીતિને ધ્યાને રાખીને નજીક કેન્દ્ર અપાતા નથી એવું અગાઉ પણ બની ચુક્યું છે.
હસમુખ પટેલે કહ્યું કે, વિદ્યાર્થીઓ પણ કહે છે કે અમને દૂર જવું પડે તો વાંધો નહીં, બસ ગેરરીતિ ન થવી જોઈએ. આ વહેંચણી મેં જાતે કરી છે. ઉમેદવાર પોતાની નજીકના કેન્દ્રમાં ન આવી જાય કે જેથી ગેરરીતિ થાય, દૂર પણ એટલું નથી આપ્યું કે તેમને તકલીફ પડે. બેઠક વ્યવસ્થા માટે મેં ત્રણ દિવસ મહેનત કરી છે. છતા પણ કેટલાક ઉમેદવારને દૂર મોકલવા પડ્યા છે. હવે તમે પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરો એવી મારી વિનંતી છે. આ વખતે 12.30એ એટલે રાખી છે કે સવારે નિકળી પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચવા માગતા હોય તે મુસાફરી કરીને પહોંચી શકે. હું સુચવું છું કે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય. આગલા દિવસે પણ જો કોઈ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેમને વિવિધ મદદ મળે તેવી પણ હું દરેકને વિનંતી કરું છું.
મંત્રીજીને ભારે પડી સરપ્રાઈઝ વિઝિટઃ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે કેન્દ્રીય મંત્રી આવ્યા તો…
3 લાખ ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થામાં મદદ કરોઃ હસમુખ પટેલ
તલાટીની પરીક્ષા અમે 30 એપ્રીલે લેવા માગીએ છીએ. એક જ મહિનામાં આ મોટી બે પરીક્ષા લેવી તે મોટું કામ છે. છતાં અગાઉ 2018માં તેની જાહેરાત થઈ હતી તેથી અમે તેને જલ્દી લેવા માગીએ છીએ. પરંતુ અમને હજુ સુધી 17 લાખ ઉમેદવારો સામે 14 લાખ જેટલા જ ઉમેદવારો માટે કેન્દ્રો મળ્યા છે. જે પણ શાળાઓ લઈ શકાય તેમ હતી તે કેન્દ્ર તરીકે લીધી છે. જિલ્લા વહીવટી તંત્રએ ઘણા પ્રયત્નો કર્યા છે. હવે બાકી રહી ગયા છે તે કોલેજના મકાનો છે કેટલાક જિલ્લાઓમાં કોલેજો મળી ગઈ છે. કેટલીક કોલેજો પોતાના પાસે કેપેસિટી કરતા ઓછા વર્ગો અમને આપ્યા છે. મારી સહુને વિનંતી છે કે તમે કોલેજો ઉપલબ્ધ કરાવો. જેથી આ ઉમેદવારોની પરીક્ષા લેવાઈ જાય. એપ્રીલમાં ગરમી ઓછી હોય છે, મેમાં ગરમી વધે અને પછી ચોમાસામાં ભારે વરસાદથી પરીક્ષા કેન્સલ પણ કરવી પડે તેવી બધી સ્થિતિઓ ના થાય તે માટે અમે વિનંતી કરી રહ્યા છે કે મદદ કરો. મહેનતાણું ઓછું પડતું હોય તો શાળાઓ પણ આ જ મહેનતાણાથી પરીક્ષાઓ લે છે. તમારી મદદ થયા પછી ઉમેદવારો પાસ થઈને જે પણ સ્થાને હશે ત્યારે તમે તેમના માટે ઉદાહરણ બનશો.
હસમુખ પટેલના નિવેદન પર યુવરાજસિંહની પ્રતિક્રિયા
પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની વાત અંગે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, તલાટીની પરીક્ષા લેવાની તૈયારી સરકારની છે તે જોવા મળી રહ્યું છે. પણ કેન્દ્રો મળી રહ્યા નથી તેથી સરકારી ઉપરાંત સીસીટીવી અને તમામ સુવિધાઓ સજ્જ કોલેજોમાં સરકાર પરીક્ષા યોજાય તે માટે પ્રયત્નો કરી રહી છે. જેથી આઈટીઆઈ સહિતના અન્ય ખાનગી સંસ્થાઓને પણ મારી વિનંતી છે કે તેઓ આગળ આવે અને 300 કેન્દ્રો જે ઘટી રહ્યા છે તે વ્યવસ્થા કરવા અમારી નમ્ર અપીલ છે. આઈટીઆઈનો સમાવેશ કરવાથી મને લાગે છે કે આ કેન્દ્રો પર ઉમેદવારોની વ્યવસ્થા થઈ શકે છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT