સુરતની મોડલ તાનિયા સિંહના આપઘાત કેસમાં IPL ના સ્ટાર ક્રિકેટરને પોલીસનું તેડું

ખ્યાતનામ મોડલ અને સુરતાના વેસુ રોડ પર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય મોડલ તાનિયાએ  (Model Taniya) ગઇકાલે આપઘાત કરી લીધો હતો.

અભિષેક સિંહને સુરત પોલીસે પુછપરછ માટે બોલાવ્યો

IPL player Abhishek Sharma, who played for Sunrisers Hyderabad, was summoned by Surat police in Surat model Tania Singh's suicide case.

follow google news

સુરત : ખ્યાતનામ મોડલ અને સુરતાના વેસુ રોડ પર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય મોડલ તાનિયાએ  (Model Taniya) ગઇકાલે આપઘાત કરી લીધો હતો. તે છેલ્લા દોઢથી બે વર્ષથી ફેશન ડીઝાઇનિંગ અને મોડેલિંગનો અભ્યાસ કરતી હતી. મોડલે આપઘાત કરતા પોલીસ પણ દોડતી થઇ હતી. જ્યારે બીજી તરફ યુવતીના પરિવાર પર જાણે કે પહાડ તુટી પડ્યો હતો. પોલીસે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી હતી. આ કેસમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (sunrisers hyderabad) માટે રમતા ઓલરાઉન્ડર IPL ખેલાડી અભિષેક શર્માનું (abhishek Sharma) પણ નામ સામે આવ્યું છે. જેના કારણે પોલીસે પ્રાથમિક પુછપરછ માટે તેને બોલાવ્યો છે. 

 

અભિષેક શર્માને કર્યો હતો અંતિમ કોલ

જો કે સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા મોડલ તાનિયા IPL ખેલાડી અભિષેક શર્માના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા ખેલાડી અભિષેક શર્માને (abhishek Sharma) પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. તાનિયાની કોલ ડિટેઇલમાં અનેક રહસ્યો છુપાયેલા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેણે અંતિમ કોલ પણ અભિષેક શર્માને કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસ હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતા તે એંગલથી તપાસ કરી રહી છે. 

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમે છે ઓલરાઉન્ડર ખેલાડી

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો ખેલાડી છે. તે ઓલરાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં 47 મેચમાં 137.38 ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે 4 અરધી સદી પણ ફટકારી ચુક્યો છે અને 9 વિકેટ પણ ઝડપી ચુક્યો છે. 

મુળ રાજસ્થાનની વતની છે તાનિયા ભવાનિસિંહ

બીજી તરફ મોડલ તાનિયા મુળ રાજસ્થાનની વતની અને હાલમાં વેસુમાં આવેલા હેપ્પી અલીગન્ઝા રેસીડેન્સી ખાતે રહેતી તાનિયા ભવાનીસિંહ લાંબા સમયથી મોડેલિંગ કરતી હતી. ગત્ત રાત્રે તાનિયા પોતાના ઘરે મોડી આવી હતી. મોડી રાત્રે જ તેણે આપઘાત કરી લીધો હતો. સવારે પરિવારને દીકરી લટકતી સ્થિતિમાં મળી આવી હતી. જેના કારણે પરિવાર પર પણ આભ ફાટી પડ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઇ રહી છે.

    follow whatsapp