અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL 2023ની ફાઈનલ જોવા માટે લોકોની ચાહના હોવી સ્વાભાવીક છે. પરંતુ આજે અહીં એવા પણ દ્રશ્યો જોવા પડ્યા છે કે બે ઘડી માટે થાય કે શું ક્રિકેટ મેચની ટિકિટ માટે લોકો અન્યના જીવની પણ કુરબાની આપી શકે? અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મિસ મેનેજમેન્ટ અને લોકોની ભારે ભીડના કારણે એવી હાલત થઈ હતી કે એક ઘડી કોઈ મોટો બનાવ બની જશે તેવી ભીતી થઈ રહી હતી. સતત લોકો એક બીજાને ધક્કા મારવામાં ત્યાં સુધી ગાંડપણ બતાવતા હતા કે કોઈ નીચે પડી જાય તો તેને પણ ચગદીને આગળ જવા માગતા હતા. નીચે પડેલા લોકો પણ બુમો પાડી રહ્યા હતા કે બસ કરો પણ જાણે કોઈને ફરક જ પડતો ન હતો. આ તો બે ઘડી કેટલાક લોકોમાં રહેલી માનવતાને પગલે આવા લોકોને ઊભા કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
નવસારીઃ MLA અનંત પટેલની કારનો થયો અકસ્માત, બાઈક ચાલકને બચાવવા જતા ઝાડમાં ઘૂસી ગઈ
પોલીસ કર્મચારીઓ વચ્ચે પડ્યા
IPL 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી રવિવારે 28મીએ રમાવાની છે. દરમિયાન ઓફલાઈન ટિકિટ્સ આજે સવારે અમદાવાદ સ્ટેડિયમ ખાતે વેચવામાં આવી હતી. જોકે ટિકિટનો દર અધધધ હોવા છતા પણ લોકોમાં ક્રિકેટને લઈને એક અલગ જ ઝનૂન હોય છે, કહેવાય છે કે મોં માગ્યો ભાવ આપનારા પણ મળી જાય છે. જોકે આ બધી બાબતો ગૌણ હતી પરંતુ આજે સવારે અહીં જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેને લઈને ચિંતાનો માહોલ ઊભો થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અણધડ વહીવટ અને મિસ મેનેજમેન્ટ જોવા મળ્યું હતું. લોકોનું ટોળું એટલું ગાંડપણ ધરાવતું જોવા મળ્યું હતું કે ટિકિટ માટે અન્યોના જીવ સાથે પણ રમત કરવામાં તેમને વાંધો ન્હોતો. શબ્દો કડવા છે પરંતુ અહીં આ વીડિયો જોયા પછી માનશો કે સત્ય છે તેથી કડવું છે. અહીં કેટલાક લોકો પડી ગયા હતા. વાહનોની તો વાત છોડો વાહનોને તો લોકો કુદાવી દેતા હતા પરંતુ અહીં સુધી કે નીચે કોઈ પડી જાય તો તેની બુમો પણ જાણે તેમના કાન સુધી પહોંચતી ન્હોતી. કેટલાક લોકો પડી ગયા હતા છતા કેટલાક તેમને કુદાવી ગયા હતા. શક્ય છે કે કેટલાકને આ ઘટનામાં ઈજા થઈ હોય પરંતુ તેવા કોઈ અહેવાલ સામે આવ્યા નથી પણ ગુજરાત પોલીસના કેટલાક જવાનો વચ્ચે પડ્યા હતા અને નીચે પડેલાઓને ઊભા કર્યા હતા. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT