ટિકિટના ભાવ ઘટવા લાગ્યાઃ IPL Final માટે સોશ્યલ મીડિયા પર હરાજી!

અમદાવાદઃ અમદાવાદના સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ ગઈકાલે યોજાવાની હતી પરંતુ વરસાદ વિઘ્ન બનતા મેચ થઈ ન હતી. આખરે આજના દિવસ પર મેચને મુલત્વી કરવામાં આવી…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ મેચ ગઈકાલે યોજાવાની હતી પરંતુ વરસાદ વિઘ્ન બનતા મેચ થઈ ન હતી. આખરે આજના દિવસ પર મેચને મુલત્વી કરવામાં આવી હતી. હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે સોશ્યલ મીડિયા પર લોકો પોતાની ટિકિટ મૂળ કિંમત કરતા પણ ઓછી કિંમત પર વેચવા માટે તૈયાર થઈ ગયા છે. એક સમયે આ ટિકિટ લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી ત્યાં હવે સોશ્યલ મીડિયા પર ટિકિટની જાણે હરાજી થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે.

2000ના છૂટા કરવાની લ્હાયમાં ક્યાંક આવા ચીટરને ભટકાઈ ના જતાઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ખરીદનારાઓ પણ મળ્યા
GT vs CSK વચ્ચે રમાનારી આઈપીએલની ફાઈનલને હવે ગણતરીનો સમય છે, ત્યાં બીજી બાજુ વરસાદની આગાહી પણ છે. આ કારણે હવે સોશ્યલ મીડિયા પર લોકો ટિકિટને મૂળ કિંમત કરતા ઓછી વેચવા ફેસબુક, ટ્વીટર, વગેરે પર ટિકિટ વેચવા નીકળ્યા છે. ઘણા લોકોએ મૂળ કિંમત કરતા ઓછા ભાવે ટિકિટ વેચવાની છે તેવી જાહેરાતો કરી છે.

એટલું જ નહીં સામે ઘણા લોકો પણ છે જે આ ટિકિટ લેવા માગતા હોય. જે લોકો આવી પોસ્ટ કરી રહ્યા છે તેમને કમેન્ટ બોક્સમાં લોકો ટિકિટ અવેલેબલ છે કે કેમ તે અંગે પૃચ્છા કરી રહ્યા હતા.

    follow whatsapp