મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023ની આવતીકાલ 31 માર્ચથી શરૂઆત થવા જઈ રહી છે. અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમમ ખાતે ઓપનીંગ સેરેમની પછી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ યોજાવાની છે ત્યારે વિવિધ કલાકારો પર્ફોમ પણ કરવાના છે. જોકે આ દરમિયાનમાં એક વિવાદ પણ ઊભો થઈ ગયો છે.
ADVERTISEMENT
ઉત્તરગુજરાતના વાતાવરણમાં પલટો, 4 જિલ્લાઓમાં 1 ઇંચ સુધી કમોસમી વરસાદ
IPL ની ટ્રોફી સાથે પડાવ્યો કપ્તાનોએ ફોટો પણ રોહિત…
હાલમાં જ આઈપીએલ 2023માં ભાગ લેનારી વિવિધ રાજ્યોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે ત્યારે એક ફોટોશૂટ દરમિયાન વિવિધ ટીમના સુકાનીઓ જોવા મળ્યા હતા પરંતુ રોહિત શર્મા તેમાં ન હોવાને કારણે ફેન્સના જીવ બળી ઉઠ્યા હતા. તમામ કપ્તાને આઈપીએલની ટ્રોફી પાસે ઊભા રહીને ફોટોશૂટ કર્યું હતું ત્યાં રોહિત શર્માની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. રોહિત શર્મા ક્યાં છે તેને લઈને સોશ્યલ મીડિયા પર ફેન્સે બળાપો ઠાલવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે.
ઘણા ફેન્સે કહ્યું કે, રોહિત શર્મા ક્યાં છે, કોઈ યુઝરે રમુજ કરતાં કહ્યું કે રોહિત શર્મા જ ફોટો પાડી રહ્યો છે. તો કોઈએ કહ્યું કે રોહિત શર્મા આઈપીએલ જીત્યા પછી ટ્રોફી સાથે ફોટો પડાવશે. ત્યાં ઘણાઓએ રોહિત શર્માની ગેરહાજરીની નોંધ લીધી છે. અહીં આઈપીએલના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મુકવામાં આવેલી તસવીરો દર્શાવાઈ છે.
કઈ ટીમના કોણ સુકાની
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
ચેન્નઈ સુપર કિંગ્સ – એમએસ ધોની
લખનૌ સુપર જાયન્ટ્સ – કેએલ રાહુલ
મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસીસ
કોલકાતા નાઈટ રાઈડર્સ – નીતિશ રાણા
દિલ્હી કેપિટલ્સ – ડેવિડ વોર્નર
રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમસન
સનરાઇઝર્સ હૈદરાબાદ – ભુવનેશ્વર કુમાર
પંજાબ કિંગ્સ – શિખર ધવન
મુંબઈ ઈન્ડિયન્સ – રોહિત શર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – ફાફ ડુ પ્લેસીસ
કોલકાતા નાઈટ રાઈડર્સ – નીતિશ રાણા
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT