અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 16 મી સિઝન આજથી શરૂ થઇ રહી છે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઇ રહી છે. ગુજરાત ટાઈટન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ તરફથી બેન સ્ટોક્સ અને રાજવર્ધન હાંગરેકર ડેબ્યુ કરી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત તરફથી આયરિશ પ્લેયર જોશુઆ લિટવેએ ડેબ્યુ કર્યું છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડ ઓપનિંગમાં આવ્યા હતા. ત્યારે જ મોહમ્મદ શમી ત્રાટક્યો હતો અને તેણે ડેવો કોનવેને બોલ્ડ કર્યો હતો.
ADVERTISEMENT
રાજવર્ધન હાંગરગેકર કરી રહ્યો છે ડેબ્યુ
હાંગરગેકર IPL માં ડેબ્યૂ કરશે ઓલરાઉન્ડર રાજવર્ધન હાંગરગેકર IPL માં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી ડેબ્યુ કરીને પહેલી મેચમાં ડેબ્યુ કરી રહ્યો છે. ટીમમાં વિદેશી ખેલાડીઓ તરીકે મોઇલ અલી, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને મિચેલ સેન્ટનરનો સમાવેશ થાય છે.
બંન્ને ટીમના ખેલાડીઓ
ચેન્નાઈ સુપર કિંગ્સની (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ડેવોન કોનવે, રૂતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હાંગરગેકર.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: અજિંક્ય રહાણે, પ્રશાંત સોલંકી, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ.
ગુજરાત ટાઈટન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધીમાન સહા (વિકેટકીપર), શુભમન ગિલ, કેન વિલિયમસન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ અને અલ્ઝારી જોસેફ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કે.એસ. ભરત, શિવમ માવી, મોહિત શર્મા, અભિનવ મનોહર.
ADVERTISEMENT