IPL 2023 Opening Ceremony Live: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 16 મી સીઝનની આજથી શરૂઆત થવા જઇ રહી છે. ઓપનિંગની તુલનાએ ગુજરાત ટાઇટન્સની ટક્કર ચેન્નાઇ કિંગ્સ સામે છે. મેચની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન થવા જઇ રહ્યું છે. જેમાં બોલિવુડ સ્ટાર્સ પોતાનું પર્ફોમન્સ આપવાના છે. આઇપીએલ 2023 ઓપનિંગ સેરેમેનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત થનારી સેરેમનીમાં લાખો દર્શકો ભાગ લેવા માટે અત્યારથી જ પહોંચી ચુક્યા છે.
ADVERTISEMENT
ઓપનિંગ સેરેમનીમાં અરજીતસિંહ, રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા જેવા સ્ટાર્સ પોતાનું પર્ફોમન્સ આપશે. ચાર સિઝન બાદ ઓપનિંગ સેરેમનીનું આયોજન થઇ રહ્યું છે. આખરી વખતે વર્ષ 2018 ના આઇપીએલ સિઝનમાં ઓપનિંગ સેરેમની આયોજીત થઇ હતી. ત્યાર બાદ કોરોનાને કારણે તમામ કાર્યક્રમો રદ્દ કરાયા હતા. આઇપીએલ ઓપનિંગ સેરેમની શરૂ થતાની સાથે જ ગાયક અરિજીત પોતાનું પર્ફોમન્સ આપી રહ્યો હતો. અરજિત સિંહે એ વન મેરે વતન આબાદ રહે તું સોંગ સાથે શરૂઆત કરી હતી. આખુ સ્ટેડિયમ ઝુમી ઉઠ્યું હતું. ત્યાર બાદ તેણે કેસરિયા અને ચન્ના મેરેયા સોંગથી સમગ્ર સ્ટેડિયમ ડોલી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમને હોસ્ટ મંદિરા બેદી કરી રહી છે.
ADVERTISEMENT