નવી દિલ્હી : કેન્દ્રીય સૂચના અને પ્રોદ્યોગિકી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે સંસદમાં જણાવ્યું કે, ઇન્ટરનેટ ઝેરી બની રહ્યું છે. ખોટી માહિતીને હથિયાર બનાવાઇ રહ્યાનું કહ્યું હતું. ઇન્ટરનેટ પર ટ્રોલિંગને અટકાવવા માટે સરકાર ટુંક જ સમયમાં નવો કાયદો લાવશે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, સાયબર બુલિંગ અંગેનો નવા કાયદા અંતર્ગત લાવવામાં આવશે. નવો કાયદો આઇટી એક્ટ લાવવામાં આવશે.
ADVERTISEMENT
નવો કાયદો આવ્યા બાદ કોઇ ટ્રોલ નહી કરી શકે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, નવો કાયદો અમલમાં આવ્યા બાદ કોઇને ટ્રોલ નહી કરી શકાય. ઇન્ટરનેટ પર યુવતીઓ પણ સાયબર બુલિંગનો શિકાર નહી બને. યુવાન છોકરીઓ, યુવાન છોકરાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધ પેન્શનર્સ અને મહિલા ગૃહિણીઓ અને યુવાન વ્યાવસાયિકો માટે ઇન્ટરનેટ વિશ્વસનીય અને સલામત માધ્યમ બનશે.
ખોટી માહિતી આપનારા અને ટ્રોલ કરનારાઓ વિરુદ્ધ કડક કાયદો
મંત્રીએ જણાવ્યું કે, ઇન્ટરનેટ ખુબ જ ઝેરી બની રહ્યું છે. ખોટી માહિતીઓનું ચલણ વધી રહ્યું છે. હાલમાં જ ગુનેગાર સામે ભારતીય દંડ સંહિતાની ફોજદારી, ધાકધમકી, જાતીય સતામણી, બદનક્ષી, પીછો કરવો, ઓનલાઇન પીછો કરવો અને વાંધાજનક સામગ્રી સહિતની વિવિધ કલમોનો ઉમેરો કરવામાં આવશે. ઇન્ટરનેટમાં ટ્રોલર્સ જે સરળતાથી છટકી જાય છે. જે કે નવો કાયદો આવ્યા બાદ ટ્રોલર્સ છટકી નહી શકે.
ADVERTISEMENT