ભાવનગર ભાજપમાં આંતરિક ડખ્ખો! કોર્પોરેટરો સહિત કાર્યકરોએ ખખડાવ્યા કમલમના દરવાજા

Gujarat Tak

• 02:23 PM • 16 Jul 2024

Bhavnagar News: ગુજરાતમાં આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. આ પહેલા ભાવનગરમાં ભાજપમાં આંતરિક ડખ્ખો થયા હોવાના અહેવાલો

Bhavnagar News

Bhavnagar News

follow google news

Bhavnagar News: ગુજરાતમાં આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. આ પહેલા ભાવનગરમાં ભાજપમાં આંતરિક ડખ્ખો થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાત એવી મળી રહી છે કે, ભાવનગર કોર્પોરેશનના અમુક ભાજપના નગરસેવકો અને શહેર સંગઠન વચ્ચે છેલ્લા થોડા સમયથી મતભેદ ચાલી રહ્યા છે. આ વાત અત્યાર સુધી અંદરખાને ચાલી રહી હતી પરંતુ હવે તે જાહેરમાં ખુલી પડી ગઈ છે. તાજેતરમાં મળેલી સાધારણ સભામાં ભાજપના નગરસેવકોએ હોબાળાની નોંધ પ્રદેશ કક્ષા સુધી લેવામાં આવી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી નારાજ ભાજપના નગરસેવકો અને અન્ય કાર્યકરોએ મળીને સીધા ગાંધીનગરના દ્વારા ખખડાવ્યા અને ભાજપ સંગઠન મહામંત્રીને રજૂઆત કરી હતી.

ભાજપ શહેર પ્રમુખ સામે ફરિયાદ 

ભાવનગરમાં કેટલાય સમયથી સંગઠન અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ વચ્ચે મનભેદ અને મતભેદના આંતરિક વિવાદો ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં મળેલી કોર્પોરેશનની સાધારણ સભામાં ભાજપના જ નગરસેવકો દ્વારા તેનો ખુલીને વિરાધ થતાં આ આંતરિક ધુમાડો જાહેરમાં સામે આવ્યો અને  12 થી 14 જેટલા નારાજ નગરસેવકો અને અન્ય કાર્યકરોનુ એક જૂથ ગાંધીનગર પહોંચ્યું હતું. જ્યાં તેમણે કમલમ ખાતે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળી ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતની વિરુદ્ધમાં રજૂઆત કરી હતી. નગર સેવકો, શિક્ષણ સમિતિનાં સભ્ય અને યુવા મોરચાનાં મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની કામ કરવાની પદ્ધતિને લઈ પક્ષમાં નારાજગી ચાલી રહી છે.

નારાજગીના સૂર 2015 માં પણ ઉઠયા હતા....  

અગાઉ પણ વર્ષ 2015 માં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ કાપી નાખવાથી નારાજ થઈ તત્કાલીન મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીને ધારાસભ્ય જીતુ વાઘાણી વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, તેમની સામે કરવામાં આવેલ આ ફરિયાદથી  પ્રમુખ અને સંગઠન મહામંત્રી કોઈ ફરક પડ્યો ન હતો, ઊલટાનું  ત્યારબાદ જીતુ વાઘાણી પ્રમુખ બની ગયા હતા . 
 

    follow whatsapp