Rajkot ભાજપમાં ભડકો: પૂર્વમંત્રી રૈયાણી સહિત 8 ને પાટીલે નોટિસ ફટકારી

Rajkot News : લોધિકામાં સંઘની ચૂંટણી પહેલા વ્હિપનું ઉલ્લંઘન કરનારા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુઘ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર…

Rajkot BJP

Rajkot BJP

follow google news

Rajkot News : લોધિકામાં સંઘની ચૂંટણી પહેલા વ્હિપનું ઉલ્લંઘન કરનારા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુઘ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલને નોટિસ ફટકારી છે. આ મામલે સ્પષ્ટતા કરવા માટેની તાકીદ કરી છે. જેના પગલે જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ કડક પગલા લેવાના મુડમાં હોય તેવો ગણગણાટ પણ સાંભળા મળી રહ્યો છે.

વિધાનસભા બાદથી રાજકોટ ભાજપમાં ડખા

પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને તેમના સમર્થકો દ્વારા રાજકોટ ભાજપમાં જ પક્ષ વિરોધી પ્રવૃતી કરવામાં આવતી હોવાની ફરિયાદોના પગલે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત, મનસુખ સરધારા, ભીમજી કલોલા, કાનજી ખાપરા, નરેન્દ્ર ભુવા અને અરજણ રૈયાણીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પોતાની પ્રવૃતી બદલ સ્પષ્ટતા કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

રૈયાણીની ટિકિટ કપાતા તેમણે સહકારી ક્ષેત્રમાં દબદબો જમાવવા માટે…

હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ રૈયાણીની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ત્યારબાદથી જ સહકારી ક્ષેત્રમાં બે જુથો વચ્ચે વર્ચસ્વની લડાઇ શરૂ થઇ ગઇ હતી. જો કે વિધાનસભા ચૂંટણી સમયે જ વિરોધ પક્ષ જેવી કામગીરી કરવા બદલ રૈયાણી જુથ પર ભાજપ હાઇકમાન્ડે દંડો ઉગામ્યો છે. તો બીજી તરફ કાર્યકરોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. કારણ કે દિગ્ગજોની લડાઇમાં તેમને કોના તરફી કામ કરવું તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. જેથી હાલ રાજકોટ ભાજપમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે.

    follow whatsapp