અમદાવાદ : વડાપ્રધાન મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે તેઓ આજે ખાદી ઉત્સવનો કાર્યક્રમ યોજશે. જેમાં મોદી પોતે પણ હાજર રહેશે. અહીં 7500 મહિલાઓ એક સાથે ખાદી વણીને એક અનોખો રેકોર્ડ સ્થાપશે સાથે ચરખાથી ખાદી કાંતીને કઇ રીતે આઝાદી પહેલા મહિલાઓ અને પરિવારો પોતાનું ગુજરાન ચલાવતા તે અંગે પણ માહિતી આપશે. અત્રે નોંધનીય છેકે, દેશની આઝાદીમાં ચરખાનું અલગ જ મહત્વ છે.
ADVERTISEMENT
કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરશે. અહીં તેઓ હાજર લોકો સાથે વાર્તાલાપ પણ કરશે. આ ઉપરાંત તેઓ પોતે પણ ચરખો કાંતશે. જો કે તેઓ આવે તે પહેલાની તૈયારીઓ પણ તેઓ કરશે. અહીં તેઓ અટલબ્રિજનું લોકાર્પણ પણ કરશે. તેમના સ્વાગત માટે તેઓએ એરપોર્ટ પર તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રીથી માંડીને તમામ પક્ષના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ હાજર રહેશે. અહીં તેઓએ એરપોર્ટ પર જ ગુલસેલની મીટિંગ શરૂ કરી છે.
બેઠક પુર્ણ થયા બાદ પાટિલ-સંઘવી બંન્ને રવાના થયા
જો કે આ અગાઉ તેમણે ગુજસેલની મીટિંગ યોજી હતી. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત સી.આર પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર હતા. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી. દરમિયાન આ બેઠક બાદ હર્ષ સંઘવી અને સી.આર પાટીલ રવાના થયા હતા. જો કે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરી કે.કૈલાશનાથન સાથે ગુપ્ત બેઠક યોજી હતી.જો કે આ બેઠકમાં સી.આર પાટીલ અને હર્ષ સંઘવીની ગેરહાજરી ઘણી જ સુચક હતી.
PM બન્યા બાદ પહેલીવાર આટલી લાંબી બેઠકનું આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અનેક વખત ગુજરાત આવે છે પરંતુ 8 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે, વડાપ્રધાને એરપોર્ટ પર જ મેરેથોન બેઠક લીધી હોય. જો કે આ બેઠક કયા મુદ્દે હતી તે અંગે હજી સુધી કોઇ માહિતી નથી મળી રહી. જો કે બેઠક પહેલા જ હર્ષ સંઘવી અને સી.આર પાટીલ રવાના થઇ ગયા હતા તે ખુબ જ સુચક છે. ગુજરાતની રાજનીતિનાં બે મહત્વના અને પ્રભાવશાળી નેતાઓ અને તેમની કાર્યશૈલીથી પીએમ મોદી નારાજ છે તેમ કહી શકાય.
ADVERTISEMENT