INDvsAUS: ભારત સેમિફાઇનલમાં આઉટ, ઓસ્ટ્રેલિયાએ ભારતનું સપનું રોળ્યું

નવી દિલ્હી : ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મહિલા સેમિફાઇનલ સ્કોર સામે આવ્યો છે. ભારતીય ટીમને ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં કારમી હારનો સામનો…

gujarattak
follow google news

નવી દિલ્હી : ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મહિલા સેમિફાઇનલ સ્કોર સામે આવ્યો છે. ભારતીય ટીમને ICC T20 મહિલા વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 5 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ અથવા દક્ષિણ આફ્રિકા સાથે થશે.

ભારત ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મહિલા સેમિફાઇનલમાં વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં 173 રનના લક્ષ્યને પ્રાપ્ત કરતા ભારતીય ટીમ 8 વિકેટ ગુમાવીને 167 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કોરે ખુબ જ ઝડપથી અડધી સદી ફટકારી હતી. તેણે 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.

જેમિમા રોડ્રિગ્સે 24 બોલમાં 43 રન બનાવ્યા
જ્યારે જેમિમા રોડ્રિગ્ઝે 24 બોલમાં 43 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટીમ માટે બેથ મૂનીએ 37 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 49 અને એશ્લે ગાર્ડનરે 31 રન બનાવ્યા હતા. શિખા પાંડેએ 2 વિકેટ લીધી હતી. જ્યારે દીપ્તિ શર્મા અને રાધા યાદવને 1-1 સફળતા મળી હતી.

    follow whatsapp