મંજીત નેગી/ નવી દિલ્હી : પાકિસ્તાન સતત પોતાની નાપાક હરકતોના કારણે વિશ્વભરમાં પંકાયેલું છે. જો કે ભારતીય સેના તેને દરેક પ્રકારે નિષ્ફળ બનાવે છે. ગત્ત મહિને ગુજરાતના કિનારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. ઉચ્ચ સરકારી સુત્રોએ GUJARAT TAK સાથે વાત કરતા જણાવ્યું કે, પાકિસ્તાનની નૌસેનાના એક યુદ્ધ જહાજે ગત્ત મહિને ગુજરાતના કિનારા પર ભારતીય જળક્ષેત્રમાં બિનકાયદેસર રીતે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે થોડા સમય બાદ ઇન્ડિય કોસ્ટ ગાર્ડને તેની માહિતી મળી ગઇ અને એવો જોરદાર પ્રતિકાર કર્યો કે પાકિસ્તાની નેવીને ઉભી પુંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
તોફાનની સ્થિતિમાં પણ પાકિસ્તાનની ઘુસણખોરી
સુત્રો અનુસાર ભારે વરસાદ દરમિયાન સમુદ્ર ખુબ જ તોફાની બન્યો હતો. જેના કારણે પાકિસ્તાની યુદ્ધ જહાજ આલમગીરે ભારતીય જળસીમામાં પ્રવેશ કર્યો હતો. જેમાં પ્રવેશ કર્યા બાદ જ ડોર્નિયર સમુદ્રી પેટ્રોલિંગ વિમાન દ્વારા પોતાના રડારના માધ્યમથી માહિતી મેળવી લીધી હતી. તેની તુરંત જ બાદ જ તટરક્ષક વિમાન સમુદ્રમાં પાકિસ્તાની નૌસેનાએ યુદ્ધ જહાજને ઘેરી લીધું હતું.
ડોર્નિયર વિમાનને જોઇ ગભરાયું પાકિસ્તાની યુદ્ધ જહાજ
ડોર્નિયર વિમાને પોતાના કમાન્ડ સેન્ટરને ભારતીય જળસીમામાં એક પાકિસ્તાી યુદ્ધ જહાજની માહિતી આપી અને પીએનએસ આલમગીરને ઘેરી લીધું હતું. વિમાને પાકિસ્તાની યુદ્ધ જહાજને ભારતીય જળસીમામાં પ્રવેશ અંગે પુછ્યું કે, પીએનએસ આલમગીરના કેપ્ટને કોઇ પ્રકારનો જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ ડોર્નિયર ચેતાવણી સ્વરૂપે યુદ્ધ જહાજની ખુબ જ નજીકથી સટોસટ પસાર થયું અને સ્થિતિ ધીરે ધીરે તણાવપુર્ણ બની હતી.
પાકિસ્તાનનું વિશાળ યુદ્ધ જહાજ ડોર્નિયર પ્લેન જોઇને ભાગ્યું
તત્કાલ વધારે ફોર્સની માંગ કરવામાં આવી હતી. જો કે વધારે ફોર્સ પહોંચે તે પહેલા જ પીએનએસ આલમગીર પોતાનાં જળક્ષેત્રમાં પરત ફરી ગયું હતું. પાકિસ્તાન ઘુસણખોરી એટલા માટે કરે છે કે તેનાથી તે ભારતીય જળસેનાના પ્રતિકાર તંત્રની ખામીઓ શોધી શકે. જો કે તટરક્ષક દળની આટલી ત્વરીત પ્રતિક્રિયાથી તે દંગ રહી ગયું હતું. જો કે આ અંગે કોસ્ટગાર્ડે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
ADVERTISEMENT