Rakshabandhan: ભાઈ પાસે સુરક્ષિત પહોંચશે બહેનની રાખડી, પોસ્ટ વિભાગ આપશે બોક્સની સુવિધા

Gujarat Tak

29 Jul 2024 (अपडेटेड: Jul 29 2024 11:23 AM)

India Post Raksha bandhan: રક્ષાબંધન પર ભાઈઓને તેમની બહેનો પાસેથી સુરક્ષિત રીતે રાખડી મેળશે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગે ખાસ બોક્સ સેવા શરૂ કરી છે. તેમજ રક્ષાબંધન નિમિત્તે સ્પેશિયલ ટપાલની બેગ તૈયાર કરવામાં આવશે.

Raksha bandhan

Raksha bandhan

follow google news

India Post Raksha bandhan: રક્ષાબંધન પર ભાઈઓને તેમની બહેનો પાસેથી સુરક્ષિત રીતે રાખડી મેળશે. રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગે ખાસ બોક્સ સેવા શરૂ કરી છે. તેમજ રક્ષાબંધન નિમિત્તે સ્પેશિયલ ટપાલની બેગ તૈયાર કરવામાં આવશે. જેની મદદથી રાખડી સુરક્ષિત રીતે અને સમયસર પ્રાપ્ત થશે. વરસાદની સીઝન દરમિયાન બહેનોની રાખડી ટપાલ વિભાગના બોક્સ અને કવરમાં સુરક્ષિત રહેશે.

ટપાલ વિભાગે શરૂ કરી ખાસ સેવા

રક્ષાબંધન એ ભાઈ-બહેનનો તહેવાર છે. આ પ્રસંગે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. જે બહેન તેના ભાઈથી દૂર રહે છે અથવા તેના સુધી પહોંચી શકતી નથી, તે તેના ભાઈને રાખડી મોકલે છે. આ વર્ષે રક્ષાબંધન 19મી ઓગસ્ટે છે. કેટલીક વાર ભાઈઓને સમયસર રાખી મળતી નથી. અને જો મળી જાય તો પણ વરસાદના કારણે પલળી જતા તે ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ટપાલ વિભાગે રક્ષાબંધન પર વિશેષ એન્વેલપ અને બોક્સ સેવા શરૂ કરી છે.

ખાસ બોક્સમાં પાણીથી સુરક્ષિત રહેશે રાખડી

રાખડી માટે ખાસ કવર તૈયાર કરવામાં આવ્યા છે. વરસાદનું પાણી તેમાં જતું નથી. આવી સ્થિતિમાં રાખી ખરાબ થશે નથી. તો, બહેન બોક્સમાં રાખડીની સાથે મીઠાઈ અને અન્ય વસ્તુઓ મૂકીને ભાઈને મોકલી શકે છે. દેશની તમામ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસમાં બોક્સ અને પરબિડીયાઓ ઉપલબ્ધ છે.

કવર અને બોક્સ માટે કેટલો ચાર્જ?

આ અંગે રાજસ્થાનના અલવર હેડ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર રામ ખિલાડીએ જણાવ્યું કે, બોક્સનો ચાર્જ 30 રૂપિયા છે. આ સિવાય મોટા એન્વલપ માટે 15 રૂપિયા અને નાના એન્વલપ માટે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય એન્વેલોપ અને બોક્સનું વજન અને પોસ્ટેજ ચાર્જ અંતર અને વજન પ્રમાણે અલગથી નક્કી કરવાનો રહેશે.

રાખડી માટે દરરોજ અલગ બેગ તૈયાર કરીને ડિલિવર કરાશે

હેડ પોસ્ટ માસ્તરે જણાવ્યું કે, રાખડીની ખાસ ટપાલ માટે પોસ્ટ ઓફિસમાં દરરોજ અલગથી સ્પેશિયલ બેગ તૈયાર કરવામાં આવે છે અને તે બેગ અલગથી સુરક્ષિત રીતે મોકલવામાં આવે છે. જેથી ભાઈઓને રક્ષાબંધન પહેલા સમયસર રાખડી મળી શકે. તેમજ રાખડી સુરક્ષિત રીતે ભાઈઓ સુધી પહોંચી શકે છે.

તેમણે કહ્યું કે ટપાલ વિભાગ દ્વારા પ્રથમ વખત બોક્સ લોન્ચ કરવામાં આવ્યું છે. રાખડી સિવાય બહેનો મીઠાઈ, ચોકલેટ અને અન્ય વસ્તુઓ પણ બોક્સમાં રાખી શકે છે અને પોતાના ભાઈઓને મોકલી શકે છે.
 

    follow whatsapp