નવી દિલ્હી : રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ પહોંચી ચુકી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ વનડે રાજકોટમાં રમાવા જઇ રહી છે. બંન્ને ટીમ રાજકોટ ખાતે પહોંચી છે. ભારતીય ટીમ સૈયાજી હોટલમાં રોકાઇ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોર્ચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ 3 મેચની સીરીઝમાં 2-0 થી પહેલાજ સીરીઝ કબ્જે કરી ચુક્યું છે. આ એક ઔપચારિક મેચ છે. બંન્ને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી છે. બંન્ને ટીમોનું હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ક્રિકેટરોની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં હોટલ બહાર ક્રિકેટ રસિકો પહોંચ્યા છે. હોટલ બહાર સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા તો ગોઠવવામાં જ આવી છે. ખાનગી હોટલ દ્વારા પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે રંગીલા રાજકોટમાં લોકો ક્રિકેટર બારીમાંથી પણ દેખાઇ જાય તેવી આશાએ ટોળાને ટોળા હોટલની બહાર જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પહેલાથી જ 2 મેચ જીતીને 3 મેચની સીરીઝ જીતી ચુક્યું છે. રાજકોટના SCA સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મળતી માહિતી અનુસાર ભારતીય ટીમને 70 રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ભારતીય ટીમના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ ફાળવાયા છે. વિરાટ કોહલી 801 નંબરના રૂમ અપાયો છે. આ રૂમમાં અનેક પ્રકારની VIP સુવિધાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT