દુર્ગેશ મહેતા ગાંધીનગર: ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે એસ ટી બસ મોખરે છે. રાજ્યમાં ગામડાણએ મોત શહેરો સાથે જોડવા મામલે એસટી બસનો સિંહ ફાળો છે. ત્યારે આજે ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર એસ.ટી.બસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
ગાંધીનગર ST ડેપો ખાતે નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરીનો સમાવેશ થાય છે. સલામતીના નિર્ધારીત ધોરણ બસ બોડી કોડ AIS-052 અને CMVR મુજબ આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 કરોડના ખર્ચે તૈયાર 40 સ્લીપર કોચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ 37 કરોડના ખર્ચે 111 લક્ઝરી બસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
હજુ 900 બસ શરૂ કરવામાં આવશે
આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે, નવી બસો આજથી જ ગુજરાત ના જિલ્લાઓ મા નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. તમામ બસોમા સીટ પર પાણી ની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવી બસો ચા રકાબી મા પીવો તો પણ ન ઢોળાય તેવી છે. ઉમરલાયક લોકોને ઝટકા ન લાગે તેવી છે. 900 બસો શરૂ કરવા માટે તારીખ આપવામા આવશે. તબક્કાવાર 150-150 બસો શરૂ થશે. મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો માટે ગામથી શહેરો તથા તીર્થધામો સુધી લોકોની સેવા મા મદદ આપી છે.
ગુજરાતના લોકોના આસ્થાનું કેન્દ્ર અંબાજી છે. અંબાજી મા 51 શક્તિપીઠ મહોત્સવ ચાલી રહ્યો છે. શક્તિપીઠ મહોત્સવમા વડીલો પરિવાર સાથે દર્શન કરી શકે માટે બસના ભાડા મા 75 ટકા રાહત આપી છે. પ્રથમ દિવસે અંબાજી મા 54 હજાર લોકોએ દર્શન કર્યા હતા. આવનાર દિવસોમા તીર્થસ્થાનોને જોડવા બસોને જોડતા નેટવર્ક શરૂ થશે. વિદ્યાર્થીઓને કોલેજ કે શાળા મા જવા મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યના નિવૃત્ત DGPને બળકાત્કારના ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર, BJP નેતા, પત્રકાર સહિત 5ની ધરપકડ
કયા શહેરને કેટલી બસ મળી?
રાજ્યના મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતને 151 નવી નકોર બસની ભેટ આપી છે જેમાં અમદાવાદને 12, અમરેલીને 4, ભુજને 6, વલસાડને 6, ભરૂચને 2, બરોડાને 6, ભાવનગરને 10, ગોધરાને 10, હિંમતનગરને 8, જામનગરને 6, જુનાગઢને 10, મહેસાણાને 13, નડિઆદને 4, પાલનપુરને 6, રાજકોટને 2 અને સુરતને 6 બસો મળશે.જો સ્લીપર કોચ બસોની વાત કરી તો અમદાવાદને 2, અમરેલીને 2, ભુજને 4, વલસાડને 2, બરોડાને 22, ભાવનગરને 2, ગોધરાને 2, હિંમતનગરને 2, જામનગરને 2, જુનાગઢને 4, મહેસાણાને 7, નડિઆદને 2, પાલનપુરને 4, રાજકોટને 2, સુરતને 2 બસો આપવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT