બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાત પર વધ્યો ખતરો, રાજ્યના આ સ્થળો પર ખતરો

અમદાવાદ: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે.  વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગલ વધી રહ્યું છે.…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે.  વાવાઝોડાએ ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ આગલ વધી રહ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી સંભાવના છે.

ગુજરાત તરફ આગળ વધ્યું
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર તથા  કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપ્યું છે. હાલ બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ દૂર છે.  વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તેનાથી હવે ગુજરાતને ખતરો વધ્યો છે.

    follow whatsapp