Increase In Prices Of Vegetables: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો ગત રવિવારે તો રાજ્યભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. માવઠાના કારણે શાકભાજીના ભાવમાં પણ ભડકો થયો છે. જેથી ગૃહિણીઓનું બજેટ અસ્તવસ્ત થઈ ગયું છે.
ADVERTISEMENT
ભાવમાં 30થી 35 ટકાનો વધારો
તાજેતરમાં થયેલા માવઠાના કારણે શાકભાજીના ભાવ પર માઠી અસર થઈ છે. કમોસમી વરસાદને લઈને શાકભાજીમાં ભારે નુકસાન પણ થયું હોવાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોટાભાગના શાકભાજીના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. ભાવ વધારાના કારણે ગૃહિણીઓ જરૂરિયાત પ્રમાણે શાક ખરીદવા મજબૂર બની છે.
ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ શું?
બીજી બાજુ લોકલ આવક ઘટવાની સાથે બહારથી આવતા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. APMCમાં શાકભાજીની આવકમાં 5000 ક્વિન્ટલની ઘટ થઈ છે, આ ભાવ વધાવાનું મુખ્ય કારણ છે. તેમાં પણ અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાથી શાકભાજીની માંગ વધુ રહે છે. જેના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજીના ભાવમાં કેટલો થયો વધારો?
અમદાવાદમાં 40 રૂપિયા કિલો મળતા ટામેટા ફરી બમણા ભાવે રૂ.80ના કિલો વેચાઈ રહ્યા છે, ત્યારે આદુ માર્કેટમાં 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છું. સાથે જ ફુલાવર, કોબીજ, તુવેર, વટાણા, લીલા મરચાં જેવા શિયાળામાં મળતા શાકભાજીનો ભાવ કિલોએ રૂ.100 પર પહોંચ્યો છે. માવઠાના લીધે રીંગણ, વાલોર, પાપડી, ધાણા, મેથીની ભાજી, પાલકની ભાજી, મૂળા સહિતના શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. વરસાદથી શાકભાજીની ખેતીમાં નુકસાન થયું છે. રિટેલ માર્કેટમાં ડુંગળી 80 રૂપિયા અને ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. શાકભાજી બાદ ફળો પણ લોકોના ખિસ્સા પર ભાર પાડી રહ્યા છે.
ADVERTISEMENT