અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહ્યું છે. વર્ષનો સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકાથી વધુ વરસાદ થયો છે. જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. ત્યારે વધુ વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર Narmada Dam ની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.60 મીટરે પહોંચી છે.
ADVERTISEMENT
ગુજરાત તથા મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના પરિણામે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે સવારે 9 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.60 મીટર નોંધાઈ છે. હાલ પાણીની આવક – 65,881 ક્યુસેક છે. સતત પાણીની આવકને ધ્યાને લઈ નર્મદા ડેમના 2 દરવાજા 0.20 સેમી ખોલી 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 24 કલાક દરમિયાન 12 સેમીનો ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીમાં કુલ જાવક 65,374 ક્યુસેક છે.
રાજ્યમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદની હજુ તોફાની બેટિંગના એંધાણ છે. હવામાન વિભાગે આગમી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત થન્ડરસ્ટોમ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. તેમજ આજે સુરત નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રવિવારે રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા
ADVERTISEMENT