ખેડૂત માટે મહત્વનો નિર્ણય, નળકાંઠાના ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડમાર તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ સત્તામાં આવવા માટે વિવિધ જાહેરાત કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે…

bhupendra patel

bhupendra patel

follow google news

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તડમાર તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ સત્તામાં આવવા માટે વિવિધ જાહેરાત કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે ગેરેન્ટી આપી રહી છે. અરવિંદ કેજરીવાલ આજે ખેડૂતને લઈને મહત્વનો નિર્ણય કરવાની જાહેરાત કરી છે ત્યારે તે પહેલા રાજ્ય સરકારે ખેડૂતોને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર  ચૂંટણી નજીક આવતાજ  જનતા લક્ષી સટ્ટાસટ નિર્ણય લઈ રહી છે. સરકારે વધુ એક નિર્ણય લીધો છે. સિંચાઇથી વંચિત નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહે નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી.  કેન્દ્રીય ગૃહમંત્રીની આ બેઠક અને તેમની ભલામણના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ગામોને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.

415 હેક્ટર જમીન વિસ્તારને નર્મદા જળ મળશે
આ કિસાન હિતલક્ષી નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત 11 ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતા થશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના 111 ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે. આ 111 ગામોમાં નળકાંઠાના 21 ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ 32 ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા 11 ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં થોડા સમય પહેલા યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે હવે નળકાંઠાના તમામ એટલે કે 32 ‘નો સોર્સ વિલેજ’ને નર્મદા યોજનાના પિયત ખેડૂતોને જે ધોરણે પાણી મળે છે તે ધોરણે સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે.

    follow whatsapp