રાજકોટ: જન્માષ્ટમીના તહેવારની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટના લોકમેળામાં તહેવાર ટાણે જ એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મેળામાં રાઈડમાં બેઠેલા યુવકે સેફ્ટી લોક ખોલી નાખતા તેને માતાના ભાગે ઈજા પહોંચી હતી. બેભાન થયેલા યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
બ્રેક ડાન્સમાં બેઠેલા યુવકને ઈજા પહોંચી
રાજકોટના જન્માષ્ટમીના તહેવાર પર પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો મજા માણવા માટે આવતા હોય છે. ત્યારે આજે બ્રેક ડાન્સમાં બેઠેલા યુવકે સેફ્ટી લોક ખોલી નાખતા અન્ય રાઈડ સાથે અથડાઈ ગયો હતો. જેથી રાઈડ ચાલકે તાત્કાલિક રાઈડ બંધ કરી હતી. દુર્ઘટમાં યુવકને માથાના ભાગે ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ગોંડલના મેળામાં બે લોકોના કરંટ લાગતા મોત
બીજી તરફ ગોંડલમાં પણ લોકમેળામાં કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. નોંધનીય છે કે, સાતમ-આઠમના તહેવારમાં રાજ્યભરના અનેક શહેરોમાં લોક મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં તહેવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે ક્યારેક બેદરકારીના કારણે લોકમેળાની મજા જોખમી બની શકે.
ADVERTISEMENT