વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક એક યુવતી છરી લઈને યુવક પર તૂટી પડી હતી. હિંસક હુમલાની સમગ્ર ઘટના ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેમાં યુવક અને યુવતી વચ્ચે ઝપાઝપી થતા દેખાય છે. જ્યારે યુવક પોતાનો જીવ બચાવવા માટે યુવતીનો હાથ પકડી રાખે છે. જોકે સામેથી યુવતી ‘મારા ઘરવાળાનો નંબર આપી દે’ તેમ કહેતા સંભળાય છે.
ADVERTISEMENT
જાહેરમાં યુવક પર યુવતીએ કર્યો હુમલો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, મકરપુરા વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે મોનિકા નામની યુવતીએ કરણસિંહ રાજપૂત નામના યુવક પર હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસની શી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવતીએ કરેલા હિંસક હુમલામાં યુવકના ગરદનના ભાગે અને હાથમાં ઈજાઓ પહોંચી હતી અને તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવક સારવાર હેઠળ છે. સમગ્ર હુમલો પ્રેમ પ્રસંગમાં કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શા માટે કર્યો હુમલો?
યુવકના જણાવ્યા મુજબ, ‘યુવતીનો પ્રેમી વિદેશમાં રહે છે, આથી તે મારા મિત્રોના ઘરે જઈને નંબર માગે છે અને ગાળો બોલીને તોડફોડ કરી છે. હુમલાના એક દિવસ પહેલા યુવતીએ યુવકની દુુકાને પહોંચીને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા.’ ત્યારે સંસ્કારી નગરીમાં આ પ્રકારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. યુવક પર હુમલો કર્યા બાદ યુવતી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
ADVERTISEMENT