ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે પ્રશ્નોતરી કાળમાં વિવિધ ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ગુજરાતની ફિલ્મોને સહાય ચૂકવવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો છે . જેમાં જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં સરકારે 74 ગુજરાતી ફિલ્મોને આર્થિક સહાય ચૂકવી છે.
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોની ગુણવત્તા ઊંચી લાવવા માટે ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી, 2016ના રોજ ગુજરાતી ફિલ્મોને અપાતી સબસિડીની નવી પોલિસી બહાર પાડી હતી, તેમાં ગ્રેડ મુજબ ગુજરાતી ફિલ્મને સહાય ચૂકવવામાં આવે છે. ત્યારે વર્ષ 2021માં 53 ફિલ્મોને રૂ. 15.76 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં 21 ફિલ્મોને 6.75 કરોડની સહાય સરકારે ચૂકવી છે. આમ બે વર્ષમાં 22.45 કરોડની સહાય આપવામાં આવી છે.
74 ગુજરાતી ફિલ્મોને 22.45 કરોડની સહાય
ગુજરાતી ફિલ્મને આર્થિક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ સરકાર કરી રહી છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં સરકારે 74 ગુજરાતી ફિલ્મોને 22.45 કરોડની સહાય ચૂકવી છે. વર્ષ 2022 કરતાં વર્ષ 2021માં વધુ સહાય ચૂકવવામાં આવી હતી.
એસટી નિગમ પાસે થી 3770.97 કરોડની રકમ લેવાની બાકી
15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજ્ય સરકારે એસટી નિગમ પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે 3770.97 કરોડની રકમ લેવાની બાકી હોવાનું જણાવ્યું હતું. ST નિગમે સરકારને લોનના 3525.16 કરોડ અને પેસેન્જર ટેક્સના 206.25 કરોડ ચૂકવાના બાકી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT