સ્ટેડિયમમાં પોલીસકર્મીએ ઉડાવ્યા દારૂબંધીના લીરેલીરા? મહિલાએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદ: ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને સતત ચર્ચામાં છે.…

gujarattak
follow google news

અમદાવાદ: ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી અને સતત ચર્ચામાં છે. આ સાથે સ્ટેડિયમમાં જાણે દારૂબંધીના લીરેલીરા ઊડ્યાં હોય તેવી એક ઘટના સામે આવી છે. સ્ટેડિયમમાં મહિલા અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી બોલી હોવાની ઘટના સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસકર્મી દારૂના નશામાં હતો.

એક તરફ રાજ્યમાં દારૂબંધી છે. ટૂયરે બીજી તરફ દારૂબંધી જાણે ફક્ત કાગળ પર હોય તેમ સરકારી કર્મચારીજ દારૂબંધીનો મજાક બનાવી રહ્યા હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના આઇપીએલની ફાઇનલ મેચને લઈ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે મેચતો ન રમાઈ પરંતું સ્ટેડિયમમાં પોલીસકર્મી અને મહિલા વચ્ચે હાથાપાઈ થઈ હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસકર્મી દારૂના નશામાં છે.

જુઓ વિડીયો

મહિલાએ પોલીસકર્મીને ધક્કામુક્કી કરતી નજરે પડી હતી. જોકે આ કિસ્સાને લઈને અન્ય દર્શકોનો જમાવડો પણ થઈ ગયો હતો.આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો હાલ સામે આવ્યો છે. જોકે ગુજરાત તક આ વિડીયોની પુષ્ટી નથી કરતું

    follow whatsapp