હેતાલી શાહ, ખેડા: જિલ્લાનાના મહિજ ગામની સીમમાંથી પસાર થતી મેશ્વો કેનાલમાં ધોરણ 10માં પાસ થવાની ખુશીમાં 3 કિશોરો નહાવા પડેલા જેમાંથી અમદાવાદ હાથીજણના બે કિશોરનું ડૂબી જવાથી મોત થતાં ચકચાર મચી છે. બાળકો કેનાલમાં ડૂબવાની ઘટનાની જાણ થતાં પોલીસ સહિત તંત્ર ઘટના સ્થળે પોહચ્યું હતું. જોકે એક કિશોર કેનાલ બહાર હતો. પરંતુ કેનાલમાં નહાવા પડેલા બે કિશોરો બહાર ન આવતા તેમની શોધખોળ શરૂ કરાઈ હતી. કેનાલમા ડુબેલા બે કિશોરોના મૃતદેહો તરવૈયાઓની મદદથી પાંચ કલાકની જહેમત બાદ બહાર કઢાઈ હતી. બાદમાં ખેડા પોલીસે બંને કિશોરના મૃતદેહને ખેડા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી.
ADVERTISEMENT
એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદને કારણે નદી અને જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. નવા નીરને કારણે અનેક લોકો ન્હાવા પહોંચે છે. આ દરમિયાન ધોરણ 10માં પાસ થવાની ખુશીમાં યુવાનો નદીએ ન્હાવા ગયા હતા. પરંતું હવે પરિવાર માટે ગમમાં ફેરવાઈ ગઈ છે. ગઈ કાલે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતો 17 વર્ષીય મોહિત તેના મિત્રો 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અને સચિન રાજપૂત એમ ત્રણેય મિત્રો ઘરેથી મોપેડ લઈને મોહિતના ધોરણ 10નું પરિણામ લેવા ગેરતપુર નૂતન સ્કૂલમાં ગયા હતા. પરીક્ષામાં મોહિત પાસ થઈ જતાં ત્રણેવ મિત્રો ખુશ થઈ ગયા હતા. અને પોતાની ખુશીને મનાવવા માટે ત્રણેય મિત્રો ઘરે જવાની જગ્યાએ કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો.
મિત્રો ન દેખાતા બૂમાબૂમ કરી
ત્રણેય મિત્રો ખેડાના મહિજથી પસાર થતી નાની મેશ્વો કેનાલમાં નાહવા માટે પડ્યા હતા. પહેલાતો ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા, પણ તેમને થયું કે મોટી કેનાલમાં નહાવા જઈએ , અને ત્રણેય બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા માટે ગયા. જોકે મોહિત અને પ્રાંજલ બંને નહાવા માટે કેનાલમાં પડ્યા, પણ કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન કેનાલમાં નાહવા માટે ના ગયો. બંને મિત્રો કેનાલમાં મસ્તી કરતા હતા, જોકે થોડા સમય બાદ સચિનને ખ્યાલ આવ્યો કે કેનાલમાં બંને દેખાતા નથી. અને બંને મિત્રો કેનાલમાં ન દેખાતા સચિને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા.
5 કલાક બાદ મળ્યા મૃતદેહો
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સહિત સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચી , સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં 5 કલાકની ભારે જેહમત બાદ મોહિત અને પ્રાંજલના મૃતદેહ મળી આવ્યા હતા. દરમ્યાન કિશોરોના પરિજનો પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. પરિજનો પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા હતા. અને એમાંય મોહિતના માતા પિતા પોતાના બાળકની પાસ થવાની ખુશી માનવે એ પેહલા જ પોતાના બાળકના મોતના સમાચાર સાંભળી શોકગ્રસ્ત થઈ ગયા છે.
ADVERTISEMENT