Elections Analysis: દિલ્હી જવા ગુજરાતમાં હોલ્ટ જરૂરી? ગુજરાતની ચૂંટણીમાં રાજકીય પક્ષોની પડાપડી વધી

નિકેત સંઘાણી, અમદાવાદ: રાજકારણ માટે એક કહેવત હતી કે દિલ્હી કા રસ્તા યુપી સે ગુજરતા હૈ, આ કહેવતમાં હવે મહદ અંશે ફેરફાર થવા લાગ્યો છે.…

gujarat Vidhansabha

gujarat Vidhansabha

follow google news

નિકેત સંઘાણી, અમદાવાદ: રાજકારણ માટે એક કહેવત હતી કે દિલ્હી કા રસ્તા યુપી સે ગુજરતા હૈ, આ કહેવતમાં હવે મહદ અંશે ફેરફાર થવા લાગ્યો છે. હવે તમામ નેતાઓની નજર ગુજરાતની ચૂંટણી પર રહે છે. હવે એવું માનવામાં આવે છે કે 2022ની ગુજરાતની ચૂંટણીના પરિણામ 2024ની લોકસભાની ચૂંટણી પર અસર કરશે. ત્યારે છેલ્લા 30 વર્ષના પરિણામ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અનેક રાજકીય પરિવર્તનો સામે આવ્યા છે. આ દરમિયાન અનેક પક્ષ પલટા સામે આવ્યા છે. ભાજપ પર નજર કરવામાં આવે તો ભાજપના હાલના નેતાઓના મૂળિયાં કોંગ્રેસમાં મજબૂત બન્યા હતા. પરંતુ છેલ્લા 30 વર્ષના દરમિયાન ગુજરાતમાં ચૂંટણી લડવા આવનાર રાજકીય પક્ષો પર નજર કરવાં આવે તો તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

2022ની ચૂંટણી આ કારણે છે ખાસ
વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખાસ માનવામાં આવી રહી છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં અનેક રાજકીય પક્ષો મેદાને ઉતરશે ત્યારે આ સાથે હવે 2024ની લોકસભાની ચૂંટણીની પણ તૈયારી માનવામાં આવી રહી છે. 2022ની ચૂંટણીને 2024ની પ્રેક્ટિસ મેચ માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિપક્ષો એક થઈને લડે તો નવાઈ નહીં અને આ માટે ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યો છે પરંતુ હજુ તે કોંગ્રેસમાં ભળે તેવી સંભાવનાઓ છે. કાલે પણ તેમણે ભાજપને હરાવવા અને કોંગ્રેસને જિતદ્વા હંકાલ કરી હતી.   અરવિંદ કેજરીવાલ પણ પોતાની પૂરી તાકાત આ ચૂંટણીમાં લગાવી દેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓનું પૂરેપૂરું ફોકસ ગુજરાત પર છે.

વર્ષ 1990ની ચૂંટણી
વર્ષ 1190ની ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 26  પક્ષ મેદાને હતા. વર્ષ 1990ની ચૂંટણી પહેલા ગુજરાતમાં 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીની રણનીતિ ચાલી હતી અને 182માંથી 149 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઈ હતી પરંતુ ત્યાર બાદ કોંગ્રેસની પડતી શરૂ થવા લાગી. વર્ષ 1990ની ચૂંટણીમાં કુલ અપક્ષ સહિત 26 પક્ષ ચૂંટણીના રણ મેદાને હતા. જેમાં જનતા દળનો જાદુ જોવા મળ્યો હતો. જનતા દળને 70 બેઠક મળી હતી. ભાજપને 67 બેઠક. કોંગ્રેસને 33 બેઠક, યુવા વિકાસ પાર્ટી ને 1 બેઠક મળી હતી. જ્યારે અપક્ષને 11 બેઠક મળી હતી.

વર્ષ 1995ની ચૂંટણી
વર્ષ 1190ની ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 27 પક્ષ મેદાને હતા. વર્ષ 1995ની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 121 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 45 બેઠક અને અપક્ષ 16 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા

વર્ષ 1998ની ચૂંટણી
વર્ષ 1998ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 19 પક્ષ ચુંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 117 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. જ્યારે 53 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. જનતા દળના 4 ઉમેદવાર ઓલ ઈન્ડિયા રાજપાના 4 ઉમેદવાર વિજેતા થયા હતા.

2002ની ચૂંટણી
વર્ષ 2022ની ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 21 પક્ષ મેદાને હતા. જેમાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ બેઠક એટલે કે 127 બેઠક મળી હતી. કોંગ્રેસને 51 બેઠક અને જનતા દળને તથા અપક્ષને 2-2 બેઠક મળી હતી. આ ચૂંટણીમાં જો વોટશેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટશેર 50 ટકા નજીક રહ્યો હતો. ભાજપનો વોટશેર 49.85 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર 39.28 ટકા રહ્યો હતો. અને અપક્ષનો વોટશેર 5.72 ટકા રહ્યો હતો.

2007ની ચૂંટણી
આ ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 40 રાજકીય પક્ષો ચૂંટણીની જંગ લડ્યા હતા. જેમાંથી ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3 બેઠક, અપક્ષને 2 બેઠક તથા જેડીયુને 1 બેઠક મળી હતી.

2012ની ચૂંટણી
આ ચુંટણીમાં અપક્ષ સહિત કુલ 40 પક્ષ મેદાને હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપને 115 બેઠક મળી હતી જ્યારે કોંગ્રેસને 61 બેઠક મળી હતી, સ્વ. કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીને 2 બેઠક મળી હતી. એનસીપીને 2 તથા જેડીયુ અને અપક્ષને 1-1 બેઠક મળી હતી.

2017ની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની વર્ષે 2017ની ચૂંટણીમાં અપક્ષ સહિત કુલ 67 રાજકીય પક્ષો ચુંટણીના મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપને 99 બેઠકો મળી હતી, કોંગ્રેસને 77 બેઠકો, બિટીપીને 2 બેઠક, એનસીપીને 1 બેઠક અને અપક્ષને 3 બેઠક મળી હતી.

    follow whatsapp