સુરત : વડાપ્રધાન મોદી દ્વારા આહ્વાહિત કાર્યક્રમ હરઘર ત્રિરંગા યાત્રામાં CM ની સુરક્ષામાં એક ગંભીર ચુક સામે આવી હતી. આ યાત્રામાં રિવોલ્વર લઇને પહોંચેલા શખ્સ રમેશ દેવાણી નામનો શખ્સ રિવોલ્વર સાથે ઘુસી આવ્યા હતા. MLA વી.ડી ઝાલાવાડીયાનો ભાણેજ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન સીએમની સુરક્ષા મામલે થયેલી ચુક મામલે હવે તંત્ર હરકતમાં આવી છે.
ADVERTISEMENT
સુરતમાં CM ના કાર્યક્રમમાં ધારાસભ્યનો ભાણેજ રિવોલ્વર લઇને પહોંચ્યો
સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આવેલા એક કાર્યક્રમમાં આ ઘટના બની હતી. જો કે રિવોલ્વર સાથે પહોંચેલો રમેશ દેવાણી નામનો વ્યક્તિ ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયાનો ભાણેજ છે. સીએમના સુરક્ષા કર્મચારીની નજર પડતા તેની અટકાયત કરી લેવાઇ હતી. ઉમરા પોલીસ મથકમાં તેને લઇ જવાયો હતો. જ્યાં પુછપરછ દરમિયાન તેની પાસે રિવોલ્વરનું લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું છે.
મુખ્યમંત્રીની સભામાં સુરક્ષા ચુકના કારણે તંત્ર દોડતું થયું
જો કે આ અંગે દેવાણીએ જણાવ્યું કે, સભામાં તે પોતાના કાર્યસ્થળેથી સીધો જ પહોંચ્યો હતો. જેના કારણે રિવોલ્વર તેની પાસે રહી ગઇ હતી. મુખ્યમંત્રીની સભામાં થયેલી ચુક મીડિયાના ધ્યાને આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જેથી તંત્રએ હવે તપાસ આધરી છે. રમેશ દેવાનીનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ અંગે દેવાણીને પોલીસ દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી. સુરતમાં 4 ઓગસ્ટે ત્રિરંગા યાત્રામાં આ સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત ગૃહમંત્રી હર્ષસંઘવી સહિત અનેક હસ્તીઓ હાજર હતી. જેમાં સુરક્ષામાં મોટી ભુલ સામે આવી હતી.
ADVERTISEMENT