દાહોદઃ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જતા અનેક લોકો પાણીમાં ખાબક્યા હતા. જેના પગલે 135 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. નોંધનીય છે કે આ અંતર્ગત પોલીસે કાર્યવાહીમાં ગરબાડા તાલુકાના 3 લોકો કે જેઓ સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેમને પકડવામાં આવ્યા છે. આમને છોડાવવા માટે દાહોદ મજૂર સંઘ અને ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
ADVERTISEMENT
કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું
મોરબી દુર્ઘટનાની તપાસ અર્થે પોલીસે પકડેલા આરોપીઓમાંથી 3 મજૂરો ગરબાડા તાલુકાના હોવાની માહિતી સામે આવી રહી છે. તેવામાં હવે ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા અને દાહોદ મજૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જે અંતર્ગત મજૂરોને છોડવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે.
રાજવી પરિવારે દુર્ઘટનાના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
મોરબીની ઘટનામાં 135થી વધુ લોકો મોતને ભેટ્યા. પરિવારો વેર વિખેર થયા અને આંસુઓની ધારાઓથી ગુજરાત થરથરી ઉઠ્યું. રવિવારે સાંજે અચાનક બનેલી આ ઘટનામાં થયેલી મોટી જાનહાનીથી દેશ દુનિયામાં લોકો દુખી થયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો. ઠેરઠેર મૃતકોના ન્યાયની માગણી માટે કેન્ડલમાર્ચ પણ યોજાઈ હતી.
જેનાથી જેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકાય તે રીતે હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબીના રાજવી પરિવારે આ અંગે બુધવારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ 1-1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પણ જો કોઈ બીજી મદદ અમે કરી શકીએ તો તે માટે પણ લોકો તેમની સાથે વાત કરી શકે છે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આજે ગુરુવારે મોરબીમાં દરબારગઢ ખાતે શોકસભાનું આયોજન કરાયું હતું.
With Input- શાર્દૂલ ગજ્જર
ADVERTISEMENT