SURAT માં વધારે એક યુવાન રમતા રમતા ઢળી પડ્યો, હાર્ટ એટેક ધીરે ધીરે વિકરાળ બનતી સમસ્યા

સુરત : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકનો જાણે કે એક સિલસિલો ચાલી રહ્યો છે. લોકો હાલતા ચાલતા અચાનક હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે.…

gujarattak
follow google news

સુરત : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકનો જાણે કે એક સિલસિલો ચાલી રહ્યો છે. લોકો હાલતા ચાલતા અચાનક હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે. કોઇ નાચતા નાચતા તો કોઇ વળી રમતા રમતા અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. ખાસ કરીને યુવાનોમાં આ વલણ ભયજનક હદે વધી રહ્યું છે. તેવામાં સુરતથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવાનને મોત મળ્યું છે સુરતના ઓલપડમાં ક્રિકેટ રમતી વખતે નિમેષ આહિર નામના યુવકનું મોત નિપજ્યું છે. યુવકના મોતને પગલે નરથાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ક્રિકેટ રમતા રમતા નિમેષ આહીર નામના યુવકનું મોત
સુરતમાં ઓલપાડના નરથાણા ગામથી એક ઘટના સામે આવી છે. જ્યાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું મોત નિપજ્યું છે. નિમેષ આહિર નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે અચાનક મોત નિપજ્યું હતું. યુવકે મેચમાં 14 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જો કે મોત થયાનું સાચું કારણ સામે આવ્યું નથી. અત્રે ઉલ્લખેનીય છે અગાઉ પણ સુરતમાં ક્રિકેટ રમતા રમતા અચાનક એક યુવકનું મોત નિપજ્યાની ઘટના બની હતી. થોડા દિવસ અગાઉ સુરતના શેખપુર ગામના યુવકનું ક્રિકેટ રમતા અચાનક મોત નિપજ્યું હતું. યુવકના મોતને પગલે શેખપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ રાજકોટમાં પણ બે યુવકોના મોત નિપજ્યા હતા. શહેરની બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોનું હાર્ટઍટેકના કારણે મોત નિપજ્યાં હતા. એક ઘટનામાં એક યુવકને રાજકોટના રેસકોર્સ રોડ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે બોલ છાતીમાં વાગ્યા બાત તે બેભાન થઇને ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

બચત ભવનમાં સરકારી નોકરી કરતા યુવાનનું નિપજ્યું મોત
અમદાવાદમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. વસંત રાઠોડ અમદાવાદમાં સરકારી નોકરી કરતો હતો તે બચત ભવનમાં સરકારી કર્મચારી હતો. શનિવારે ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટની મેચ ગોઠવાઈ હતી અને વસંત બોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન તેને હાર્ટએટેક આવતાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે નીચે બેસી ગયો હતો. અને થોડા સમય બાદ તેનું મોત નિપજ્યું હતું.

    follow whatsapp