સુરત: રાજ્યભરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. સુરતમાં પતિ સાથે ઝગડો થતાં આવેશમાં આવી અને બે પુત્રીઓ સાથે પરણીતાએ ઝેરના પારખાં કર્યા છે. ઘટના બાદ ત્રણેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાળકોની હાલત ગંભીર થતાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઘર કંકાશ વધુ એક વખત આકરો સાબિત થયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા દિનેશ પટેલના લગ્નઆઠ વર્ષ અગાઉ તેમના લગ્ન અસ્મિતા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ-પત્નીને સાત વર્ષની પુત્રી હિતાંશુ અને ત્રણ મહિનાની પુત્રી દિવ્યા છે. રવિવારે પતિ દિનેશ સાથે પરિણીતાને ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ આવેશમાં આવેલી પરિણીતાએ પોતાની બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવાની સાથે સિંદૂર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ઘટનાને પગલે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાને પગલે પોલીસે માતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
દીકરીઓની હાલત ગંભીર
ઘટનાની જાણ પડોશમાં જ રહેતા માસાને થતાં પરિણીતા અને તેમની બંને દીકરીઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે સારવાર અર્થે ખસેડ્યા બાદ બંને બાળકીઓની હાલત ગંભીર હોવાને લઈને બંને દીકરીઓને આઈસીઓમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે પરિણીતાની તબિયત સારી છે.
પોલીસ માતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
ઘટનાને પગલે પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ મામલે પરિણીતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત, બેકાબૂ ટેમ્પોએ દંપતી સહિત 4 ના લીધા ભોગ
આ કારણે થયો હતો ઝગડો
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગર ખાતે રહેતા દિનેશ પટેલ એમ્રોડરી કારખાનામાં કામ કરે છે. દિનેશ પટેલના લગ્ન આઠ વર્ષ અગાઉ તેમના લગ્ન અસ્મિતા સાથે થયા હતા. ત્યારે આ બંનેને બે સંતાનો છે. નાની આ ત્રણ મહિનાની દીકરી દિવ્યાને ખાસીની બીમારીથી પરિણીતા કંટાળી ગઈ હતી. અને આ બાબતે જ પતિ સાથે ઝઘડો થતા પતિએ ઠપકો આપ્યો હતો.જેને લઈ આવેશમાં આવી પરણિતાએ ઝેરના પારખાં કર્યા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT