સુરત : શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે જહાંગીરપુરામાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં તબીબી અભ્યાસ કરતી એક વિદ્યાર્થીીએ ગેમ ઓવર લખેલું ટીશર્ટ પહેરીને આપઘાત કરી લીધો હતો. કિમમાં આવેલી મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં બીએચએમએસનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની એટીકેટી આવતા તણાવમાં હતી. જેના કારણે આપઘાત કર્યો હોય તેવી શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. જો કે પુત્રી ડોક્ટર બને તે પહેલા આપઘાત કરી લેતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું.
ADVERTISEMENT
એટીકેટી આવવાના કારણે વિદ્યાર્થીની ડિપ્રેશનમાં હતી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા ખાતે પટેલ નગરમાં રહેતી જાનવી દિલીપભાઇ પટેલ (ઉ.વ 20) કિમના અણીતા ગામમાં આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. સોમવારે બપોરે જાનવીબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટોબાંધીને ફાંસો ખાધો હતો. બહારથી આવેલા પરિવારના લોકો જાનવીબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને હેબતાઇ ગયા હતા.
ફરજપરના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી
તત્કાલ જાનવીને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડી હતી. જો કે ફરજપરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હતું. યુવતીની માતા શિક્ષિકા છે, જ્યારે પિતા દિલીપભાઇ પાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર છે. જ્યારે ભાઇ પાલિકાના વેક્સિનેશન વિભાગના મેડિકલ ઓફીસર તરીકે કામ કરે છે. જાનવીના અણધાર્યા પગલાથી પરિવાર પરેશાન છે.
ADVERTISEMENT