રાજકોટ: રફાળા ગામે બેન્ડ વાજા વગાડતા બે યુવકોને થાંભલે બાંધી માર મારવાનો મામલો સામે આવ્યો છે. બાબુ અને ભરત નામના હતા બંન્ને યુવકો પર ગ્રામજનોએ 10 લાખ રૂપિયા જેટલી ચોરી કર્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે માર મારવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને લઈ માર મારવા અંગે કે ચોરી થયા અંગે કોઈ ફરિયાદ પોલીસના ચોપડે નથી નોંધાઈ.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં રાજકોટના રફાળા ગામના આગેવાનો રાત્રીના સમયે બે યુવાનને પંચાયત બિલ્ડિંગ પાસેના ટાવર સાથે બાંધી મારતા દેખાય છે. આ બંને યુવાનો પર ગામના જ બાબુ અને ભરત નામ ધરાવતા શખ્સોએ 10 લાખ રૂપિયા જેટલી રકમ ચોરી કર્યાનો ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. ગત 3 ફેબ્રુઆરીના રોજ બાબુભાઈ નામના વ્યક્તિને ત્યાં ચોરી થઈ હતી. જેમાં 10 તોલા સોનું અને 5 લાખ રોકડની થઈ હતી ઘરમાંથી ચોરી થઈ હતી. ત્યારે આ મામલે ગ્રામજનોએ બાબુ અને ભારત બન્ને જે બેન્ડ વાજા વગાડનાર પર શક જતા યુવકોને માર માર્યો હતો. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી.
3 તારીખે થઈ હતી ચોરી
બાબુ અને ભારત નામના બંને યુવાનો નજીકના ગામની ગૌશાળામાં કામ કરતા પરપ્રાંતીય હોવાથી ગ્રામજનોએ એકઠા થઈ પકડ્યા હતા અને માર માર્યો હતો. એક અઠવાડિયા પહેલાની આ ઘટનામાં હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. 3 તારીખે બાબુભાઈ નામની વ્યક્તિના ઘેર ચોરી થઈ હતી.
ફરી સિંગતેલના ભાવમાં થયો ભડકો, ડબ્બાનો ભાવ 2900 ને પાર
પૂછપરછ કરતાં ભાગ્યા હતા બંને યુવાનો
બેન્ડવાજા વગાડવાનું કામ કરતા યુવાનો અંધારામાં બેઠા હતા અને તેમની પાસે દારૂ જેવી પોટલી હતી. આ દરમિયાન ગામમાં ત્યાંથી નીકળ્યા અને પૂછતા ડરીને ભાગ્યા હતા. જેથી ગામવાળાએ પકડી ચોરી તેમણે જ કરી હોવાનું કહી પંચાયતે લઈ આવ્યા હતા અને માર મારવામાં આવ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)
ADVERTISEMENT